GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI બેંક અને ફાયનાન્સ કંપનીઓ દ્વારા ગ્રાહકો પર થતી કનડગત અંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસને લેખિતમાં રજુઆત

 

MORBI બેંક અને ફાયનાન્સ કંપનીઓ દ્વારા ગ્રાહકો પર થતી કનડગત અંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસને લેખિતમાં રજુઆત

 

 

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ બેંક અને ફાયનાન્સ કંપનીઓ દ્વારા ગ્રાહકો પર થતી બિનઅધિકૃત કનડગત અંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસને લેખિત રજુઆત કરી

વર્તમાન સંજોગોમાં માણસ લોન દ્વારા મકાન રહેવા માટે અને ધંધા માટે બેન્ક કે ફાયનાન્સ કંપની પાસે લઈને પોતાની જીંદગી વિતાવે છે. અમુક બેન્ક અને ફાયનાન્સ કંપનીઓ ગ્રાહકોને સવલતોના બહાને માનસિક ત્રાસ આપે છે. પ્રથમ તો હપ્તા માટે ઘરે જઈને ઘરના સભ્યોને ધમકાવવા તેમજ મકાન લોન કે વાહન લીધી હોય લોન અને લોન ધારક/ગ્રાહકનું અકાળ અવસાન થતા તેનો વિમો હોય છે અને વિમા કંપનીવાળા વિમો આપવામાં ઢીલ કરે તો તેના કારણે લોનના ત્રણ ચાર હપ્તા ચડી જાય અને જો તેમ થાય તો મકાનને સીલ મારી જાય અને વાહન ઉપાડી જાયછે. આમ વીસ લાખનુ મકાન હોઈ અને પંદર લાખ ભરાઈ ગયા હોય અને પાંચ લાખ બાકી રહેતા હોય તો આ પાંચ લાખના લેણા માટે વીસ લાખના મકાનને સીલ મારી જાય છે આ તે કયા નો ન્યાય ? ગ્રાહકો દ્વારા આ બાબતે પુછવામાં આવે તો કહેવામાંઆવે છે કે “હાઈકોર્ટમાંથી અમને સતા છે” વાસ્તે અમારી રજુઆત એ છે કે આવા કીસ્સામાં ફાયનાન્સ કે બેન્ક દ્વારા મકાનને સીલ મારતા પહેલા રેવન્યુ અધિકારીને સાથે રાખે અને ગ્રાહકને સાંભળવાની અને પરીસ્થીતીનો ખ્યાલ રાખે તેવી જ રીતે વાહન ની કિંમત દશ લાખ રૂપીયા હોય છ લાખ ભરાઈ ગયા હોય તો ચાર લાખમાં વાહન ખેંચી જાય અને ગ્રાહકની ગેરહાજરીમાં બે લાખમાં વાહન વહેંચી પૈસા વસુલી લઈ અને બાકીની રકમ લેણા પેટે ઉભી રાખે છે તે યોગ્ય નથી. આ બાબતે મરનારની વિધવા પત્નીને ભોગવવાનું આવે છે તો આ બાબતે જે પણ કાર્યવાહી કરવાની થાય તે રેવન્યુ અધિકારી અને કોર્ટ મારફત થાય જેથી પ્રજા લુંટાતી બચી શકે અને વીમો પાસ ન થાય ત્યાં સુધી મકાન કે વાહનની કોઈ કાર્યવાહી ન થઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!