MORBI:મોરબીના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે યજ્ઞ-મહાપ્રસાદ યોજાયો
MORBI:મોરબીના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે યજ્ઞ-મહાપ્રસાદ યોજાયો
મોરબી નજીકના વનાળીયા (શારદાનગર) ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદપુનમના દિવસે યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ અન્ય જીલ્લામાં રહેતા ભટ્ટ પરિવારના લોકો હાજરી આપે છે અને માતાજીનાં દર્શન તેમજ પ્રસાદનો લાભ લે છે.
મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી અને જીલ્લામાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહ્યા હતા. આ વર્ષે પણ શરદ પુનમના દિવસે ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળાજ માતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન તરીકે મુળ બહાદુરગઢ નિવાસી હાલ મોરબી દિનેશભાઇ દયાશંકર ભટ્ટ, જીતુભાઈ દયાશંકર ભટ્ટ, લલીતભાઈ દયાશંકર ભટ્ટ હતા અને લાલતિભાઈ ભટ્ટના દીકરા વિદ્વાન શાસ્ત્રી હર્ષદીપભાઈ ભટ્ટ યજ્ઞમાં આહુતિ આપવા માટે બેઠા હતા અને આ યજ્ઞની શાસ્ત્રોક્ત વેદમંત્રની વિધી વિદ્વાન શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ સહિતના ભૂદેવો દ્વારા કરાવવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટૃ, જે.પી.ભટ્ટ, દિનેશભાઇ ભટ્ટ, દીપકભાઈ ભટ્ટ, બળવંતભાઈ વી. ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ તકે મોરબીના વનાળિયા ગામે હિંગળાજ માતાજીનાં મંદિરે શરદપુનમના દિવસે અને મોડપર ગામે આવેલ હનુમાન મંદિરે હનુમાન જયંતિના દિવસે છેલ્લા ઘણા વર્ષોથી જે યજ્ઞ ભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવે છે તેના માટેની વ્યવસ્થા વર્ષોથી વડીલો દ્વારા કરવામાં આવે છે જો કે, હવે આ કામ માટે યુવાનોની ટીમને તૈયાર કરવામાં આવેલ છે. અને વડીલો તેઓને માર્ગદર્શન આપવા માટે હરહમેશ સાથે રહેશે તેવું સંસ્થાના પ્રમુખ બળવંતભાઈ ભટ્ટે માહિતી આપતા જણાવ્યુ છે.