GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઉમા ટાઉનશિપ નજીક ટ્રકે બાઈક સવાર હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત

 

MORBI:મોરબીના ઉમા ટાઉનશિપ નજીક ટ્રકે બાઈક સવાર હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત

 

 

 

 

 

મોરબી શહેરમાં માતેલા સાંઢની જેમ ટ્રકો દોડી રહી છે ત્યારે સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપ રોડ સરસ્વતી સોસાયટીમાં ૦૧ ની સામે રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ બોટાદ જિલ્લાના વતની અને હાલ મોરબીના કેનાલ રોડ પર રામકો બંગલોની પાસે ૩૭ હરીઓમ પાર્ક રહેતા ભૌમીકભાઈ ધર્મેશભાઈ ઝુલાસણા (ઉ.વ‌.૨૦)એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૦૩-બી.ટી-૨૩૮૬ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ટ્રક ચાલકે ફરીયાદીના મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૩-સી-૦૬૮૫ વાળાને પાછળથી ઠોકર મારી ફરીયાદીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપી ટ્રક ચાલક નાસી ગયો હતો. જેથી ભોગ બનનારે આ બનાવ અંગે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!