MORBI:મોરબી જીલ્લામાં ઝી 24 કલાક અને દિવ્ય ભાસ્કરના રિપોર્ટર હિમાંશુ ભટ્ટનો આજે જન્મદિવસ
MORBI:મોરબી જીલ્લામાં ઝી 24 કલાક અને દિવ્ય ભાસ્કરના રિપોર્ટર હિમાંશુ ભટ્ટનો આજે જન્મદિવસ
છેલ્લા 20 વર્ષથી પત્રકાત્વ ક્ષેત્રે કામગીરી કરતા મોરબી જીલ્લાના “ઝી 24 કલાક” ગુજરાતી ન્યુઝ ચેનલ અને દિવ્ય ભાસ્કરના પત્રકાર તેમજ મોરબી ટુડે ફાઉન્ડર હિમાંશુભાઈ ભટ્ટનો આજ તા.12/10 ના રોજ જન્મદિવસ હોય રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.
રાજકોટ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે જર્નાલિઝમનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા 20 વર્ષથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક મીડિયા સાથે કામ કરીને હંમેશા લોકોના પ્રર્શ્નોને નીડરતાથી અને નિષ્ઠાપૂર્વક ન્યાય આપતા મૂળ મોરબીના વનાળીયા (શારદાનગર) ગામના હિમાંશુભાઈ અનિલભાઈ ભટ્ટે તેની કારકીર્દીની શરૂઆત રાજકોટથી પ્રસિદ્ધ થતા ‘લોક સમર્થન’ પેપરથી કરી હતી ત્યાર બાદ “સાંજ સમાચાર”માં કામ કરવાની તક મળી હતી અને તેમાં સાંજ સમાચારના તંત્રી પ્રદીપભાઈ શાહ તેમજ અંકુરભાઇ શાહના માર્ગદર્શન હેઠળ કામ કર્યા પછી વર્ષ 2007 માં “ટીવી-૯” ગુજરાતી ન્યુઝ ચેનલમાં જોડાઈને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામગીરી કરી હતી. જો કે છેલ્લા ઘણા વર્ષોથી ‘સાંજ સમાચાર’ તેમજ વર્ષ 2017 થી “ઝી 24 કલાક” ગુજરાતી ન્યુઝ ચેનલ અને જૂન 2024 થી દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથે કામ કરી રહ્યા છે અને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં તેમજ સમાસ્યનો નિકાલ લાવવા માટે પોતાના માધ્યમનો સદઉપયોગ કર્યો છે.
આ ઉપરાંત મોરબીના સ્થાનિક સમાચારોને ઝડપથી લોકો સુધી પહોચાડવા માટે છેલ્લા 7 વર્ષથી “મોરબી ટુડે” ઓનલાઇન સમાચાર માટે વેબપોર્ટલ સંસ્થા કાર્યરત કરેલ છે. જેના મધ્યમથી પણ લોકોનો અવાજ બનીને હરહમેશ તંત્રને દોડતું રાખીને પત્રકાત્વ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કામ કરતાં હિમાંશુભાઈ ભટ્ટનો આજે જન્મ દિવસ છે ત્યારે તેઓના રાજકીય અને સામાજિક આગેવાનો, જુદીજુદી સંસ્થાના હોદેદારો તેમજ મિત્રો તરફથી જન્મ દિવસની અપાર શુભેચ્છાઓ રૂબરૂ, સોશ્યલ મીડિયાના માધ્યમથી તેમજ ફોન અને મેસેજ થકી મળી રહી છે. તેઓનો મોબાઇલ નંબર 96620 38298 છે.