MORBIWANKANER

રાજકોટ TRP ગૅમ ઝોનમાં મૃત્યુ પામનાર જીવાત્માને વાંકાનેર ડી.એન.ઝાલા ભવન ખાતે સર્વે સમાજના લોકો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી.

વાંકાનેરનાં મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાની ઉપસ્થિતમાં રાજકોટ અગ્નિકાંડમાં મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી.

રાજકોટ TRP ગેમ ઝોનમાં આગની ગોજારી ઘટના બની હતી. જે ઘટનામાં અનેક લોકોનાં મૃત્યુ થયા છે. ત્યારે મૃતાત્માઓને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

 

 

રાજકોટ TRP ગેમ ઝોનમાં આગની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજ્યભરમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. મોરબી જિલ્લાનાં વાંકાનેર શહેરમાં સ્વપ્નલોક સોયાયટીમાં આવેલ ડી.એન.ઝાલા ભવન ખાતે સર્વે સમાજના લોકો ઉપસ્થિત રહી મૃતાત્માઓને   શ્રદ્ધાંજલિ પાઠવી હતી.રાજકોટ અગ્નિકાંડ મૃત્યુ પામનાર વ્યક્તિઓના મોક્ષાર્થે બે મિનિટ મૌન રાખી,ગાયત્રી મંત્રો ચાર કર્યા હતા.તેમજ ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને એ માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.

 

Back to top button
error: Content is protected !!