છોટાઉદેપુર તાલુકામાં આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના 100 થી વધુ બાળકોને ફૂડ પોઇઝીનિંગ થયું ઇમરજન્સી સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા.

છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ અને તેજગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા કુલ શાળામાં રહી અભ્યાસ કરતા કુલ ૩૦થી વધુ બાળકોની તબિયત અચાનક બગડી હતી જ્યારે તબીબી ચિકિત્સા દરમિયાન ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યો હતો જ્યારે સમગ્ર ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ગામ ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતા 100 જેટલા બાળકોની અચાનક તબિયત બગડી હતી ઉલ્ટી થવી પેટમાં દુખાવો થવો તેવી ફરિયાદ બાળકો કરતા હતા અને વધુ તબિયત બગડતા સારવાર અર્થે છોટાઉદેપુર ની સિવિલ હોસ્પિટલ ૩૦ જેટલા બાળકોને અને તેજગઢ સીએચસી સહિતના દવાખાનાઓમાં બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
શાળામાં રહી અભ્યાસ કરતા 100 જેટલા બાળકો ને ગતરોજ રાત્રીના સમયે શાળામાં ભોજનમાં ટમેટાનું શાક અને ભાખરી આપવામાં આવી હોય ત્યારથી અચાનક બધા વિદ્યાર્થીઓની તબિયત લથડવા માંડી હતી અને સવાર થી તો બાળકો બીમાર પડવા લાગ્યા હતા જેમાં ઘણાને પેટમાં દુખાવો થવો ઉલટી થવી જેવી સમસ્યાઓ ઉભી થઈ હતી.
અને અચાનક તબિયત વધુ લથડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હજુ વધુ બાળકો નો આંકડો બહાર આવે તેવી શક્યતા વધારે રહી છે જ્યારે મોડલ સ્કૂલ ના તંત્ર સામે બાળકોની સલામતીના અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે અત્રે પ્રાપ્ત માહિતી અનુસાર ફૂડ પોઈઝનિંગ થયું હોય તેવું પ્રાથમિક અનુમાન તબીબો લગાવી રહ્યા છે જ્યારે અધિકારીઓ બાળકોને આપવામાં આવતું ભોજન અંગે તપાસ કરશે કે કેમ તેવા પ્રશ્નો પ્રજામાં ઉઠી રહ્યા છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




