
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભિલોડામાં બુટલેગરે બાઈક સવાર યુવકને ટક્કર મારી કોથળામાં દારૂની બોટલો રોડ પર તૂટેલી હાલતમાં જોવા મળી, ભિલોડા પંથકમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ..?
બે દિવસ પહેલા ભિલોડામાં દારૂને લઇ ખુલ્લેઆમ હેરાફેળી થતા હોવાના આક્ષેપો સાથે તેમજ પોલિસ સ્ટેશનના કર્મચારીઓના નામ સાથે જિલ્લા કલેક્ટર ને અરજી કરી હતી અને બીજી બાજુ ભિલોડામાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી હોય તેવા દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તો બાઈક પર દારૂની રેલમછેલ સાથે બાઈક ચાલકે ખેડૂતપુત્ર ને ટક્કર મારતો અકસ્માત સર્જાયો છે.મળતી માહિતી મુજબ ભિલોડાના કામઠળિયા રોડ પર દારૂની ખેપ મારતાં બાઇક સવારે રસ્તા પર પસાર થઈ રહેલા ખેડૂત પુત્રને ટક્કર મારતાં બાઇક સવાર નીચે પડી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારને ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જે બાઈકે ટક્કર મારતાં તે બાઈક પર કોથળામાં દારૂની બોટલો વેરણછેરણ થઈ જતાં બુટલેગરની પોલ ખુલી હતી.કામઠાળિયા રોડ પરથી ખેડૂત પુત્ર ખેતરમાંથી પાણી વાળીને ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપે અને બેફામ આવી રહેલા બાઇક સવાર બુટલેગરે તેને જોરદાર ટક્કર મારતાં અકસ્માતમાં બંને બાઇક ચાલકો જમીન પર પટકાયા હતા. બુટલેગરનું બાઇક નીચે પટકાતાં બાઇક પરનો દારૂનો કોથળો સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોએ ગંભીર રીતે ઘવાયેલા ખેડૂત દિપકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.





