આણંદ :વલ્લભવિદ્યાનગરમાં 23 સ્પર્ધાઓમાં 1400થી વધુ કલાકારો મેદાને
આણંદ :વલ્લભવિદ્યાનગરમાં 23 સ્પર્ધાઓમાં 1400થી વધુ કલાકારો મેદાને
તાહિર મેમણ – આણંદ – 17/01/2025 – આણંદ જિલ્લામાં કલા મહાકુંભની ભવ્ય શરૂઆત થઈ છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આયોજન હેઠળ વલ્લભવિદ્યાનગરની આર.એમ. દેસાઈ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ ખાતે બે દિવસીય કાર્યક્રમનો પ્રારંભ થયો છે.
ચારૂતર વિદ્યામંડળના માનદ સહતંત્રી આર.સી. તલાટીની અધ્યક્ષતામાં શરૂ થયેલી આ સ્પર્ધામાં તાલુકા કક્ષાની 14 અને જિલ્લા કક્ષાની 9 મળીને કુલ 23 સ્પર્ધાઓમાં 1400થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધકો ચિત્ર, વક્તૃત્વ, સર્જનાત્મક કામગીરી, કથક, ભરતનાટ્યમ, ગરબા, રાસ અને લોકનૃત્ય જેવી કલાઓમાં પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે.
18મી જાન્યુઆરી સુધી ચાલનારા આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા, પ્રાંત યુવા વિકાસ અધિકારી હરિસ મનાત, પ્રયાસભાઈ સેવક, રશ્મિકાંત રાઠોડ અને આશાબેન ચૌધરી સહિત અનેક શિક્ષકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધા યુવાનોમાં કલા અને સંસ્કૃતિના જતન અને પ્રોત્સાહન માટે મહત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે