
નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ રાજપીપલા ખાતે કેન્ડલ માર્ચ કરી ગુજરાતની નિર્ભયાને ન્યાય મળે તેવી માંગ કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં જીઆઇડીસીમાં એક કામદારની દશ વર્ષની માસુમ દીકરી ઉપર નરાધમે બળાત્કાર ગુજારી ગંભીર ઈજાઓ પોહચડી હતી ત્યારબાદ સારવાર દરમિયાન આ દીકરીનું વડોદરા એસેએસજી હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું છે ત્યારે આ ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે
આજરોજ આ ઘટનાના વિરોધમાં નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ રાજપીપળા સફેદ ટાવર ખાતે કેન્ડલ માર્ચ કરી મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઉપરાંત આ દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રફુલભાઈ પટેલ નાંદોદના પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા રાજપીપળા શહેર પ્રમુખ માલવ બારોટ નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રકાશભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
સમગ્ર મામલે નાદોદના પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવાએ જણાવ્યું હતું કે જે દુઃખદ ઘટના બની છે તેમાં મૃતક દીકરીના પરિવારને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેમજ આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી હતી ઉપરાંત આવા કિસ્સામાં સખત સજા થાય અને ગુનેગારોને ફાંસી મળે તેવો દાખલો સરકારે પણ બેસાડવો જોઈએ તેમ જણાવ્યું હતું
નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ પટેલે ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા જણાવ્યું હતું કે સરકાર ફાકા ફોજદારી કરે છે પણ ગુજરાતમાં જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે જેથી આવા અપરાધો બનતા હોય છે ત્યારે સરકારે આરોપીઓને સખત સજા કરીને દાખલો બેસાડવો જોઈએ તેવી માંગ કરી હતી






