AHAVADANGGUJARAT

ડાંગના ગાઢવી ગામે દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા આયોજીત”બાળ આરોગ્ય મેળામાં” ૯ ગામોના ૧૦૫૦ થી વઘુ બાળકોએ ભાગ લીધો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

દિવાળીબેન ટ્રસ્ટ ના મિશન અને સમાજ સેવા પ્રત્યેના અખંડ પ્રયત્ન ના ભાગરૂપે તારીખ ૨૨ જાન્યુઆરી ના રોજ આહવા તાલુકાના ગાઢવી ગામે “બાળ આરોગ્ય મેળા” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘સ્વચ્છતાં સાથે સંસ્કારનું જ્ઞાન’ સુત્રના આશય સાથે આયોજીત આ મેળામાં ગાઢવી, જામલાપાડા, દિવાનટેમ્બરૂન, આવળ્યામાળ, ગાઢવિહિર, જામનવિહિર, ચંનખલ, પિપલ્યામાળ અને સુકમાળ ગામો ના ૧૦૫૦ થી વધુ બાળકોએ “બાળ આરોગ્ય મેળા” ભાગ લીધો હતો.

આ મેળામાં બાળકોના સંપૂર્ણ આરોગ્ય નું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં નક્કી કરાયેલ આરોગ્ય ચકાસણીઓ સાથે જમવાનું પોષણ, વૃદ્ધિ અને વિકાસ અંગે પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ મેળામાં અલગ અલગ ડોમ બનાવીને આરોગ્ય ની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં  જાગૃતિ કરણ  કરવામાં આવ્યું હતું. જેમા, બાળકનું રજીસ્ટ્રેશન, વજન ઉચાઈ, પ્રાથમિક સારવાર, આંખ ચેક અપ, સારીટેવ, ખોટીટેવ, ગુડ ટચ બેડ ટચ, હિમોગ્લોબિન તપાસ, ક્રાફટ પ્રવૃતિઓ, માસિક ધર્મ જાગૃતિ કરણ, માનવ શરીર, વ્યસન મુક્તિ, વેસ્ટ મેનેજમેન્ટ, ઘરેલું ઉપચાર, મેડિકલ કિટ, એક મિનિટ રમત, અને બાળ વિકાસ માટે સ્ટેજ પર્ફોમન્સ જેવી પ્રવૃતિ આકર્ષકનું કેન્દ્ર બની હતી.
આ મેળાનો મુખ્ય હેતુ ગામડાનાં બાળકોમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો અને આરોગ્ય સંપત્તિ પ્રદાન કરવા માટેનો હતો.
દિવાળીબેન ટ્રસ્ટના સ્થાપક શ્રી બી.યુ.પટેલના માર્ગદર્શન હેઠળ અને ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નલીનભાઈ જોષીના આશીર્વાદ થી દિવાળીબેન ટ્રસ્ટની યુવા ટીમ સર્વેશ્રીઓ અમર પાડવી, ભાવેશ પટેલ, રોશની પાનવાલાના સહયોગથી આ મેળો સફળ બન્યો હતો.
આ સમગ્ર મેળાનું આયોજન અને સંચાલન દિવાળીબેન ટ્રસ્ટ આહવા ના સંયોજક શ્રી રાજેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આહવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ વાઘમારે, ગાઢવી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જીતુભાઈ ગાવિત, દિવાનટેમ્બરૂનના સરંપચ શ્રી પ્રભુભાઈ ચૌધરી, ચંનખલ ગામના સરપંચ શ્રી દિનેશભાઈ પવાર સહિત પ્રાથમિક શાળાના શિક્ષકો, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!