મોટાજામપુર થી તાણા પગપાળા યાત્રાસંઘમા ૧૫૦ થી વધુ ભાવિક ભક્તો જોડાયા..
નવ રચિત ઓગડ તાલુકાના મોટાજામપુર થી તાણા મુકામે છેલ્લા ત્રણ વર્ષથી આસોસુદ પૂનમ (શરદ પૂર્ણિમા) ના દિવસે થરેચા પરિવાર બ્રાહ્મણ સમાજ દ્વારા પગપાળા યાત્રા સંઘ
મોટાજામપુર થી તાણા પગપાળા યાત્રાસંઘમા ૧૫૦ થી વધુ ભાવિક ભક્તો જોડાયા..
નવ રચિત ઓગડ તાલુકાના મોટાજામપુર થી તાણા મુકામે છેલ્લા ત્રણ વર્ષથી આસોસુદ પૂનમ (શરદ પૂર્ણિમા) ના દિવસે થરેચા પરિવાર બ્રાહ્મણ સમાજ દ્વારા પગપાળા યાત્રા સંઘ દ્વારા શ્રી ચામુંડા માતાજીના સુંદર રથ સાથે ડી.જે.ના તાલે ૧૫૦ થી વધુ વધારે યાત્રાળુ દ્વારા પગપાળા યાત્રા જોડાયા હતા. રસ્તામાં ઠેરઠેર ભક્તો દ્વારા યાત્રા સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું.થરા ખાતે યાત્રાસંઘ આવી પહોંચતા દેશી તડકા હોટલ ખાતે સ્વાગત કરી માલિકે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.યાત્રા સંઘ તાણા ખાતે શ્રીચામુંડા માતાજીના મંદિર પહોંચી જોષી સ્વ.કેશવલાલ જવાબા જોષી પરિવારના દયારામભાઈ અને લક્ષ્મીરામભાઈ દ્વારા ધ્વજા ચડાવવામાં આવેલ.સ્વ. નાનજીભાઈ ઓખાભાઈ જોષી પરિવર ના કનુભાઈ અને રમેશભાઈ તથા સ્વ.મગનભાઈ જોષી પરિવારના બળદેવભાઈ, હરદેવભાઈ, અમરતભાઈ દ્વારા થાળ ધરાવેલ અને જોષી માનાભાઈ પરાગભાઈ,જોષી સુરેશભાઈ માનાભાઈ, જોષી કુલદીપભાઈ પ્રવીણભાઈ પરિવાર દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી.કનુભાઈ બી. જોષી સહીત યુવાનો દ્વારા કરાયેલ પગપાળા યાત્રા સંઘમા સમસ્ત થરેચા પરિવાર બ્રાહ્મણ સમાજ હર્ષઉલ્લાસ સાથે જોડાયા હતા. બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530