GUJARAT

નર્મદા જિલ્લા પંચાયત હસ્તકના ૩૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર

નર્મદા જિલ્લા પંચાયત હસ્તકના ૩૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર

 

લાંબા સમયથી તેમની પડતર માંગણીઓ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવતા ફરી એકવાર હડતાળનું શસ્ત્ર ઉધામ્યું

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ હેઠળના આરોગ્ય કર્મચારીઓ આજથી પોતાની માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ કરી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ જિલ્લા પંચાયત હસ્તકના 300 થી વધુ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દત ની હડતાડમાં જોડાયા છે

ગુજરાત રાજય પંચાયત વિભાગ, વર્ગ-૩ના આરોગ્યના એમ.પી.એચ.ડબ્લયુ, એફ.એચ.ડબ્લ્યુ, એમ.પી.એચ.એસ, એફ.એચ.એસ તેમજ ટીએચએસ, ટીએચવી અને જીલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઇઓ-બહેનો ટેકનીકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ-પે, ખાતાકીય પરીક્ષા રદ કરવા બાબત તેમજ ટેકનીક્લલ કેડરમાં સમાવેશ તેમજ ટેકનીકલ ગ્રેડ-પે બાબતે કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે જેના કારણે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તક આવતા આરોગ્ય કેન્દ્રમાં તેની અસર જોવા મળશે

 

સમગ્ર મામલે નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ મિતેશ ભટ્ટે જણાવ્યું હતું કે ચાર વર્ષથી અમારી માંગો સરકાર સ્વીકારતી નથી અનેક આંદોલનો બાદ પણ મુખ્ય મુદ્દાઓ છે જેમકે ટેક્નિકલ સ્ટાફ ગણી અમને ગ્રેડપે આપવામાં આવે, ખાતાકીય પરીક્ષા રદ કરવામાં આવે ઉચ્ચ પગાર આપવામાં આવે સહિતની માંગો છે અન્ય રાજ્યોમાં અમારા કેડરને વધુ પગાર આપવામાં આવે છે પરંતુ ગુજરાત રાજ્યમાં આપવામાં આવતો નથી અગાઉ 56 દિવસનું અમારું આંદોલન ચાલેલું ત્યારબાદ સરકારે કેટલીક માંગણીઓ સ્વીકારી હતી અને છ સભ્યોની કમિટી બનાવીને આ મુદ્દે રિપોર્ટ રજૂ કરવા જણાવેલું ત્યારે 06/03/ 2025 ના રોજ આરોગ્ય વિભાગના અધિક નિયામકની કમિટીએ સરકારને આ ચારે કેડર ટેકનિકલ ગણાવ્યા છે અને રિપોર્ટ આપ્યો છે પરંતુ અત્યાર સુધી સરકારે આ રિપોર્ટની ઇમ્પલિમેન્ટ કર્યો નથી ત્યારે સરકાર આ ચારેય કેડરને ટેકનિકલ ગણીને ટેકનિકલ પગાર ચૂકવે તેવી માંગ કરી છે

 

 

Back to top button
error: Content is protected !!