વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા-૦૭ ઓક્ટોબર : કચ્છની વિવિધ નગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. જે અન્વયે અંજાર, માંડવી, રાપર, નખત્રાણા, ભચાઉ, ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા જાહેર રસ્તાઓને ચોખ્ખાંચણાક કરવામાં આવ્યાં હતાં.નગરપાલિકા દ્વારા દિવસ અનેક રાત્રિ સફાઇ કરીને સઘન સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે. નાળાની સફાઇ, જાહેર માર્ગો તથા જાહેર ચોક, સર્કલ, ગરબી ચોક વગેરે સ્થળોની નિયમિત સફાઇ કરીને સ્વચ્છ કરાયા હતા. રોડ પરના ઝાડી-ઝાંખરાને દૂર કરવામાં આવ્યાં હતાં. સૂકાં અને ભીનાં કચરાનું વર્ગીકરણ કરીને તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ, નગરપાલિકાઓ દ્વારા રસ્તાઓ પર સાફસફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો. ઉપરાંત ”સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” ના ભાગરૂપે ગાંધીનગરથી આવેલા સહયોગ ટ્રસ્ટના આર્ટીસ્ટો દ્વારા ભચાઉ શહેરના ૫ અલગ અલગ જગ્યાએ શેરી નાટકો કરવામાં આવ્યા. આ નાટકના માધ્યમથી નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.