BHARUCH
ગેરકાયદે રેતી ખનન પર કાર્યવાહી:ઝઘડિયાના રાણીપુરા-ઉચેડીયા ગામમાં દરોડા, એક્સકેવેટર સહિત 13 વાહનો જપ્ત


સમીર પટેલ, ભરૂચ
ઝઘડિયા તાલુકાના રાણીપુરા-ઉચેડીયા ગામમાં ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ ઝડપાઈ છે. ફ્લાઇંગ સ્ક્વોડ સુરત, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચ તેમજ મામલતદાર ઝઘડિયાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
આકસ્મિક તપાસ દરમિયાન નર્મદા નદીપટ્ટ વિસ્તારમાં ચાલી રહેલા બિનઅધિકૃત રેતી ખનન અને વહનની પ્રવૃત્તિ પકડી પાડવામાં આવી. તપાસ દરમિયાન અધિકારીઓએ એક એક્સકેવેટર મશીન, એક યાંત્રિક નાવડી અને 11 ડમ્પરો જપ્ત કર્યા છે.
અધિકારીઓએ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. અધિકારીઓ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




