
વાત્સલ્યમ સમાચાર
વૈષ્ણવ
એક પેડ માં કે નામ -૨.૦ અંતગર્ત જનભાગીદારી થકી જંગલ બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર કરી હરિયાળી વધારવાના સરકારશ્રીના અભિયાનને વાચા આપવા સામાજીક વનીકરણ વિભાગ નવસારીના નાયબ વનસંરક્ષક શ્રી ઉર્વશી આઈ પ્રજાપતિ અને મદદનીશ વનસંરક્ષક કેયુર પટેલના માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણ રેંજ સુપા દ્વારા શ્રી સમર્પણ આશ્રમ દાંડીના સહયોગથી જલાલપોર તાલુકાના દાંડી ગામના સમર્પણ આશ્રમ ખાતે શેલ્ટર બેલ્ટ બનાવવાના આશયથી વન કવચ પદ્ધતિ થી૨૫૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ જનભાગીદારી કાર્યક્રમમાં સમર્પણ આશ્રમના સાધકો,સુપા રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી હિના પટેલ તથા સુપા રેન્જ ના કર્મચારી હાજર રહી એક પેડ મા કે નામ ૨.૦ અંતગર્ત વૃક્ષારોપણની કામગીરી હાથ ધરી હતી




