ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી : ગંભીરા બ્રિજ દુર્ઘટના ને મામલે તંત્ર સતર્ક, 5 થી વધુ બ્રિજનું નિરીક્ષણ માલપુર –  મેઘરજ તાલુકામાં નિરીક્ષણ કરાયું 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ગંભીરા બ્રિજ દુર્ઘટના ને મામલે તંત્ર સતર્ક, 5 થી વધુ બ્રિજનું નિરીક્ષણ માલપુર –  મેઘરજ તાલુકામાં નિરીક્ષણ કરાયું

વડોદરાના ગંભીરા ગામ ખાતેના જૂના બ્રિજ ધરાશાઈ થવાની દુર્ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં ચિંતા ફેલાઈ છે. આવી પરિસ્થિતિની પુનરાવૃત્તિ ન થાય તે માટે અરવલ્લી જિલ્લાના તંત્રે તાત્કાલિક પગલાં ભર્યાં છે. જિલ્લા પ્રસાશન દ્વારા મેઘરજ-માલપુર પંથકના વિવિધ મહત્વના બ્રિજોનું નિરીક્ષણ હાથ ધરાયું છે.

જિલ્લા પુરવઠા અધિકારી તેમજ માર્ગ અને મકાન વિભાગની તંત્રની ટીમે મેઘરજ તાલુકાના રેલ્લાવાડા નજીક આવેલા મેશ્વો નદીના બ્રિજની યાંત્રિક દ્રષ્ટિએ ચકાસણી કરી હતી. અત્રે જણાવવું જરૂરી છે કે અત્યારે વરસાદી માહોલ ચાલે છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોના બ્રિજો પર ભાર વધે છે. તેથી તંત્ર હવે વધુ સતર્ક અને સક્રિય થયું છે.

માલપુર તથા મેઘરજ પંથકના કુલ પાંચ જેટલા મુખ્ય બ્રિજોનુ નિરીક્ષણ અલગ અલગ અધિકારીઓની ટીમો દ્વારા કરવામાં આવ્યું હતું. હાલની તપાસના આધારે બ્રિજોમાં કોઈ જાતની તિરાડ કે ઘાટો જણાયા નથી. તમામ બ્રિજોને હાલ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું છે.જિલ્લા તંત્રે આગાહી આપી છે કે જો ક્યાંય તિરાડ કે ખામી જણાશે તો તાત્કાલિક ધોરણે અથવા અવરજવર બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!