સાબરકાંઠામાં કાર્યરત દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા એક વર્ષમાં એક લાખથી વધુ પશુ- પક્ષીઓને નવું જીવનદાન મળ્યું


સાબરકાંઠામાં કાર્યરત દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા એક વર્ષમાં એક લાખથી વધુ પશુ- પક્ષીઓને નવું જીવનદાન મળ્યું*
******
સાબરકાંઠા જિલ્લામાં પશુપાલન અને ઇ.એમ આર.ગ્રીન હેલ્થ સર્વિસનાં સંયુક્ત ઉપક્રમે દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા એક વર્ષમાં એક લાખથી વધુ પશુ- પક્ષીઓને સારવાર મળતા પશુ પક્ષીઓને નવું જીવનદાન મળ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ અને દસ ગામ દીઠ ફરતા કુલ ૧૫ પશુ દવાખાના કાર્યરત છે.
પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીકભાઇ સુથારના જણાવ્યા અનુસાર દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા વર્ષ ૨૦૨૪ દરમિયાન એક વર્ષમાં કુલ ૧૦૧૬૫૬ જેટલા પશુ- પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. સાથે જ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ હિંમતનગર દ્વારા કુલ ૪૭૦૮ જેટલા ઈજાગ્રસ્ત પશુ- પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં દરેક તાલુકામાં કાર્યરત દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં પશુપાલકો માટે આશીર્વાદરૂપ બન્યા છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



