*મોરવા હડફ ૧૨૫- વિધાનસભા”નૂતન વર્ષ સ્નેહમિલનનો”ભવ્ય કાર્યક્રમ યોજાયો
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના ૧૨૫- મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારની પુષ્પદ દીપ હાઇસ્કુલ ખાતે”નૂતન વર્ષ સ્નેહમિલન” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ સહ આવનાર વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ લાવે તેવી મંગલકામનાઓ સાથે નવા વર્ષની ઉજવણી સાથે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં આ પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના 125 વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર તેમજ પંચમહાલ જીલ્લાના લોકસભાના સાસંદ રાજપાલસિંહ જાદવ, જીલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જીલ્લા મહામંત્રી ધવલભાઈ દેસાઈ, રાવજીભાઈ પટેલ, મંડલ પ્રમુખ તખતસિહ પટેલ, જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજયભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જયોતિકાબેન બારીઆ તેમજ મારા મતક્ષેત્રમાં આવતા જીલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સભ્યો, જીલ્લા સંગઠનના હોદ્દેદારો, જીલ્લા મોરચાના હોદ્દેદારો, મંડલના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો ,શક્તિ કેન્દ્ર સંયઘજકો, સરપંચો, બુથ પ્રમુખો અને સૌ સંગઠનના પ્રતિનિધીઓ વડિલોએ અને કાર્યાકર્તાઓ મોરવા હડફ મતવિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. 125 વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથારે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે મારા મત વિસ્તારની અંદર પાણીની યોજનાઓ પૂરજોશમાં કામકાજ ચાલી રહ્યું છે અને મારા વિસ્તારની મતદારોને કોઈપણ જાતની અગવડ ન પડે તેની પણ વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી અને નિમિષાબેન સુથારે સરકારમાંથી દરેક યોજનાનો લાભ મળે તે માટેના પ્રયત્નો પણ કરે છે