GUJARATMORWA HADAFPANCHMAHAL

*મોરવા હડફ 181 મહિલા હેલ્પલાઇન પીડિત મહિલાને મદદ કરતી અભયમ ટીમ*

રિપોર્ટર રાગિણી દરજી મોરવા હડફ

22/08/2023

મોરવા હડફ તાલુકાના નજીકના ગામમાં થી 181 મહિલા હેલ્પલાઇન પર પીડિતાનો કોલ આવતા જણાવેલ કે તેમના પતિ તેમના પર વહેમ શક કરી નશો કરીને મારપીટ કરે છે તેમને સમજાવવા માટે 181 મહિલા હેલ્પલાઇન પર જાણ કરેલ

પંચમહાલ ગોધરા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતા સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે તેમના લગ્નને 4 વર્ષ થયાં છે સંતાનમાં 1 બાળક છે. પરિવારની મરજી વિરુદ્ધ જઈને તેમને લવ મેરેજ કરેલ હોવાથી તેમના પરિવાર વાળાએ તેમની સાથે કોઈ પણ સબન્ધ રાખતા ન હતાં. પીડિતાના પતિ બહાર મજૂરી કરવા જતા હતાં અને તે ઘરે રહેતા હતાં. તેમના પતિ કામ પરથી ઘરે તે સમય દરમ્યાન તેમના જેઠે તેમના પતિને જણાવ્યું કે તું કામ પર હોય તે સમય દરમાયન તમારા ઘર બાજુ રાત્રે કુતરા ભાસવાનો અવાજ આવે છે તો તમારા ઘરે કોઈ વ્યક્તિ આવતું હશે. તેમના જેઠની આ વાત સાંભળી અને પીડિતાના પતિ નશો કરીને ઘરે આવી તેમની સાથે ઝગડો કરી મારપીટ કરી. પીડિતાના પતિનું કાઉન્સિલિંગ કરી તેમને કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું. પીડિતાને વધારે પડતી મારપીટ કરેલ હોવાથી તેઓ ચાલી કે નીચે બેસી સકતા ન હતાં. પીડિતાને તાત્કાલિક સરવારની જરૂર હતી પરંતુ પીડિતા હોસ્પિટલ જવામાં ડરતા હતાં.અને જણાવ્યું કે મારી સાથે હોસ્પિટલ કોઈ આવે તેમ નથી જેથી મારે હોસ્પિટલ નહિ જવું ત્યારે 181 ટીમ દ્રારા તેમનું કાઉન્સિલિંગ કરી તેમને હોસ્પિટલ જવા સમજાવ્યા અને તેમની સાથે તેમના પતિને પણ તેમની ભૂલનો અહેસાશ કરાવી તેમની પત્ની સાથે હોસ્પીટલ જવા સમજ આપી અને તેમની જવા સેહમત કર્યા. 108 પર કોલ કરી જાણ કરી. અને પીડિતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!