BANASKANTHADEODARGUJARAT

દિયોદર પરણિતાને છૂટાછેડા અપાવી દેવાની લાલચ આપી મામા સસરાએ દુષ્કર્મ આચર્યું કુટુંબી ભાઇ સામે પણ આરોપ 

નોખા ગામના ભુવાજી સહિત ત્રણ ઇસમો સામે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઈ

 

દિયોદર પરણિતાને છૂટાછેડા અપાવી દેવાની લાલચ આપી મામા સસરાએ દુષ્કર્મ આચર્યું કુટુંબી ભાઇ સામે પણ આરોપ

oplus_0

 

પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ

 

•પોલીસે ત્રણે નરાધમો ને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા નરાધમો સામે ફીટકાર

 

•ધર્મના મામાએ પણ પરિણીતાનો ફાયદો ઉઠાવી ઘરે રાખવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

 

દિયોદર ગ્રામીણ વિસ્તારની એક પરણિતાએ તેનાજ સગા મામા સસરા તેમજ કુટુંબીભાઈ અને ધર્મના મામા સામે દુષ્કર્મ નો આરોપ લગાવ્યો છે જેમાં મામા સસરાએ પરણિતાને છૂટાછેડા અપાવી દેવાની લાલચ આપી પરિણતા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું છે અને કુટુંબી ભાઇ તેમજ ધર્મના મામાએ પણ એકલી પરિણીતાનો ફાયદો ઉઠાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પોલીસે ત્રણે નરાધમોને ઝડપી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા છે આ બનાવ ને લઈ આરોપીઓ સામે ફીટકાર ની લાગણીઓ વરસી છે

 

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ગ્રામીણ વિસ્તારની એક પરણિતાએ દિયોદર પોલીસ મથકે ત્રણ ઇસમો વિરુદ્ધ દુષ્કર્મ ની ફરિયાદ આપી છે બનાવ ની હકીકત એવી છે કે પરિણીતાના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ સાટા પદ્ધતિ થી થયા હતા જેમાં પરણિતા અવાર નવાર સારા પ્રસંગે સાસરીમાં જતી આવતી હતી પરંતુ તેનો પતિ ગમતો ના હોઈ મૂંઝવણ માં રહેતી હતી જેમાં પરિણીતાએ પતિ પાસે છૂટાછેડા લેવા માટે મામા સસરા ની મદદ લીધી હતી જેમાં છૂટાછેડા અપાવી દેવાની લાલચ આપી મામા સસરાએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું બનાવ ની જાણ તેના સગા કાકા ના દીકરા ને થતા સગા કાકાના દીકરાએ પણ પરિણીતાને ધમકી આપી પરિણીતાના મામા સાથે ના સંબંધ ની વાત પરિવારજનો ને કહી દેવાની ધમકી આપી કાકા ના દીકરાએ પણ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું પરણિતા ઘરે થી નીકળી જતા મદદ માટે ધર્મ ના મામા પાસે મદદે ગઈ હતી જ્યાં પરિણીતાને ઘરે રાખવાની લાલચ આપી પરિણીતા ધર્મના મામા નો પણ ભોગ બની હતી જે બાબતે નરાધમો થી કંટાળી જઈ પરિણીતાએ દિયોદર પોલીસ મથકે (૧) વિજય ખાનાભાઈ દરજી (ભુવાજી) રહે નોખા તા દિયોદર (૨) યસ જયંતીભાઈ દરજી રહે ઓઢા તા દિયોદર (૩) કલ્પેશ ઉર્ફ વખતસિંહ રાજપૂત રહે બેણપ તા વાવ સામે ફરિયાદ આપતા પોલીસે ત્રણે ઈસમોને ઝડપી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા છે

 

• પરિણીતાના સગા મામા સસરાએ સબંધ ને લાંછન લગાડ્યું : છૂટાછેડા અપાવવાની લાલચ આપી ભોગ બનાવી

 

ભોગ બનનાર ફરિયાદીને મુખ્ય આરોપી વિજય દરજી મામા સસરા થાય છે જેમાં પતિ પાસે છૂટાછેડા લેવાના હોવાથી મદદ માગી હતી જેમાં આરોપી મામા સસરાએ મદદ કરી આપવાનું કહી પરણિતા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જેમાં પરણિતા ભોગ બનનાર ને સબંધ મામા સસરા સાથે હોવાનો લાભ ઉઠાવી ભોગ બનનાર ના સગા કાકાના દીકરા યસ દરજીએ પરણિતા બહેન ને મદદ કરવાને બદલે પરિણીતાને ધમકી આપી પરણિતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી

 

• ધર્મના ભાઈ પર વિશ્વાસ ઉઠ્યો બહેન ની દીકરીને ન્યાય અપાવવાની બદલે શિકાર બનાવી

 

પરિણીતાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ માં પોતાના ધર્મના મામા સામે પણ દુષ્કર્મ નો આરોપ લગાવ્યો છે જેમાં પરણિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ધર્મના મામા કલ્પેશ ઉર્ફ વખતસિંહ રાજપૂતે પરણિતાને ઘરે રાખવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું ભોગ બનનાર પરિણીતાએ ત્રણે ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા સમગ્ર મામલો હાલતો ટોપ ધ ટાઉન બન્યો છે જેમાં આવા ઇસમો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે

 

•ત્રણે ઇસકો વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે હાલ તપાસ ચાલુ છે : ડી વાય એસ પી

 

આ બાબતે દિયોદર ડી વાય એસ પી શિલ્પા ભારાઇ જણાવ્યું હતું કે ભોગ બનનાર ની દિયોદર પોલીસ મથકે ફરિયાદ લેવામાં આવી છે જેમાં ત્રણે ઇસકો વિરુદ્ધ દુષ્કર્મ નો ગુન્હો દાખલ થયેલ છે હાલ ત્રણે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જેની વધુ તપાસ ચાલુ છે

Back to top button
error: Content is protected !!