GUJARATMULISURENDRANAGAR

મુળીના માનપર ગામે આપના ખેડૂત આગેવાન રાજુ કરપડાના નેતૃત્વમાં કિસાન મજદૂર સંગઠન સભા યોજાઈ.

સરકાર ખેડૂતોની વાત નહીં માને તો 2025માં 2015નું અનામત આંદોલન યાદ કરાવીશું - રાજુ કરપડા

તા.25/12/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સરકાર ખેડૂતોની વાત નહીં માને તો 2025માં 2015નું અનામત આંદોલન યાદ કરાવીશું – રાજુ કરપડા

સુરેન્દ્રનગર જિલ્લામાં મુળીના માનપર ગામે કડકડથી ઠંડીમાં આપના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં કિસાન મજદૂર સંગઠન સભા યોજાઈ હતી જેમાં હજારો ખેડૂત ઉમટી પડ્યા હતા ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈને ગામડે ગામડે ફરી સંગઠન બનાવી રહ્યા છીએ સરકારને હાથ જોડી વિનંતી કરીએ છીએ દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચે, પાક ના પૂરતા ભાવ માટે MSP કયદો બને, તમામ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, ખેડૂતોને ફ્રીમાં વીજળી આપવામાં આવે, ભૂલ ભરેલી જમીન માપણી રદ કરવામાં આવે સાથે જ લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિપંચ બનાવવામાં આવે જે માંગણીઓ સાથે હાલ ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે હજુ પણ જુદા જુદા ગામડાઓમાં ઉપરની માંગણીઓ અંતર્ગત મીટીંગો થશે સરકાર શાન માં નહીં સમજે તો ખેડૂત અને મજદૂર બંધારણથી મળેલા અધિકારનો ઉપયોગ કરી પોતાની તાકાત બતાવશે તેવું રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!