DAHODGUJARAT

મંગળમહુડી ગામ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માતમાં ઈજાગ્રસ્ત મોટર સાઈકલ ચાલકને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ લવાયો

તા.૧૩.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:મંગળમહુડી ગામ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માતમાં ઈજાગ્રસ્ત મોટર સાઈકલ ચાલકને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ લવાયો

આજરોજ તા.૧૩.૧૨.૨૦૨૪ ના શુક્રવાર ૧.૦૦કલાકે વાત કરીયેતો દાહોદ તાલુકાના બોરખેડા ગામના વાઘ ફળીયામાં રહેતા ભારતભાઈ જે મજૂરી કામ અર્થ પોતાના કબ્જાની મોટર સાઇકલ લઈ રાજકોટ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદ જતા હાઇવે મંગળમહુડી ગામ નજીક કઈ કારણો સર અકસ્માત તથા ભારતભાઈ પોતાના કબ્જાની મોટર સાઇકલ લઈ રોડ પર ફગોળાતા તેઓને મોઢા તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચીં હતી.અકસ્માત તથા આસપાસના લોકો દોડી આવી ૧૦૮ ને જાણ કરી ૧૦૮ મારફતે ગંભીર ઈજાગ્રસ્ત મોટર સાઇકલ ચાલક ભારત ભાઈને સારવાર માટે ઝાયડ્સ હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં હાજર તબિબોએ તેઓની તાત્કાલિક સારવાર હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!