એસબીઆઈ અને રાજ્ય વેરા વિભાગ વચ્ચે MoU પર હસ્તાક્ષર : કર્મચારીઓને મળશે વિશેષ બેંકિંગ અને નાણાકીય સુવિધાઓ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાત રાજ્ય વેરા વિભાગ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) વચ્ચે રાજ્ય કર ભવન ખાતે મહત્વપૂર્ણ સમજૂતીપત્ર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કરાર હેઠળ રાજ્ય વેરા વિભાગના કર્મચારીઓના પગાર ખાતા એસબીઆઈમાં ખોલવામાં આવશે, જેના પગલે તેમને બેંક દ્વારા વિશેષ બેંકિંગ સુવિધાઓ તેમજ નાણાકીય લાભો મળશે.
આ પહેલથી કર્મચારીઓને આધુનિક, સરળ અને ઝડપી બેંકિંગ સેવા ઉપલબ્ધ થશે, સાથે-સાથે બંને સંસ્થાઓ વચ્ચેના વ્યાવસાયિક સહયોગને વધુ મજબૂત બનાવશે.
હસ્તાક્ષર સમારંભમાં રાજ્ય વેરા કમિશનર રાજીવ ટોપનો, વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમજ એસબીઆઈના ચીફ જનરલ મેનેજર બી. કે. સિંહસામંતા અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બંને પક્ષોએ ભવિષ્યમાં પણ પરસ્પર સહયોગના નવા અવસરો શોધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ સહયોગના ભાગરૂપે રાજ્યની મુખ્ય કચેરીઓમાં બેંક દ્વારા ખાસ કેમ્પ અને સુવિધાઓનું આયોજન કરવામાં આવશે જેથી કર્મચારીઓ MoUના લાભોનો સરળતાથી લાભ લઈ શકે.