
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: ભિલોડામાં હાથમતી નદી પરનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો
ભિલોડા તાલુકામાં આવેલ હાથમતી નદી પરનો બ્રિજ હવે ભારે વાહનો માટે બંધ કરાયો છે. વડોદરામાં તાજેતરમાં થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પગલે જિલ્લાની તંત્રદ્વારા ચેતી જઈ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.આ બ્રિજ ઈડર-ભિલોડા-શામળાજી રાજ્ય માર્ગ પર આવેલો છે અને ભારે વાહનોના અવરજવર માટે મહત્વપૂર્ણ રહેતો. તંત્ર દ્વારા કસાડ કન્સલ્ટન્ટ દ્વારા સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું. રિપોર્ટ મળ્યા બાદ જ તુરંત ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.સુરક્ષા પગલાં તરીકે, તંત્ર દ્વારા બ્રિજ પાસે બેરીકેટ્સ લગાવવામાં આવ્યા છે અને પોલીસની તૈનાતી પણ કરાઈ છે જેથી કોઈ પણ ભારે વાહન બ્રિજ પર પ્રવેશ ન કરે. વાહનો માટે વિકલ્પિક માર્ગો દ્વારા ડાયવર્ઝન કરાયું છે.તંત્રએ નાગરિકોને સહકાર આપવા અને સલામતી માટે બ્રિજનો ઉપયોગ કરવા ટાળવા અપીલ કરી છે.





