વિજાપુર તાલુકાના લોદરા કુકરવાડા વિસ્તાર માં રેલ્વે લાઈન ના પ્રશ્નો અંગે રેલ્વે ડિવિઝન મેનેજર ને સાંસદ સભ્ય અને ધારાસભ્ય એ કરી રજૂઆત

વિજાપુર તાલુકાના લોદરા કુકરવાડા વિસ્તાર માં રેલ્વે લાઈન ના પ્રશ્નો અંગે રેલ્વે ડિવિઝન મેનેજર ને સાંસદ સભ્ય અને ધારાસભ્ય એ કરી રજૂઆત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લોદરા અને કુકરવાડા ગામના રેલ્વે લાઈન ના પ્રશ્નો ને લઈ ને ડિવિઝનલ રેલવે મેનેજર સાથે મુલાકાત કરી ધારાસભ્ય સીજે ચાવડાએ અને સાંસદ હરિભાઈ પટેલે ઉચ્ચ અધિકારીઓને લોદરા કુકરવાડા ગ્રામ્ય વિસ્તારો ના રેલવે સંબંધિત પ્રશ્નોની રજૂઆતો કરી હતી. તાલુકા મા રેલ્વે ના ધીમી ગતિએ ચાલતા કામો ને ઝડપ થી પુરા કરવા તેમજ ચાલુ સુવિધાઓ મા લોકોને સહેલાઇ મળે તેવી તજવીજ કરવા તેમજ પડતર પ્રશ્નો નો સત્વરે નિરાકરણ માટે રજૂઆત કરી હતી, સ્થાનિક લોકોને સારી સુવિધાઓ મળી રહે તે અંગે ઉચ્ચ અધિકારીઓને આ બાબતે ધ્યાન મા લેવા જણાવાયું હતું. આ બાબતે સાંસદ સભ્ય હરીભાઈ પટેલે જીલ્લા મા રેલ્વે ની સુવિધા અને રેલ્વે મુસાફરો ને પડતી અગવડ દૂર કરવા જણાવ્યું હતુ. સાંસદ અને ધારાસભ્ય સાથે લોદરા ગામના અને કુકરવાડા ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગ્રામજનો ની હાજરીમાં ડીવીઝનલ રેલ્વે મેનેજર સાથે ચર્ચા વિચારણા કરવા મા આવી હતી. જેને લઇને ગ્રામજનો મા રેલ્વે માટે પડતી અસુવિધાઓ તેમજ પ્રશ્ન નો ઝડપી ઉકેલ આવશે તેવી લોકોમાં આશા બંધાઈ છે.




