NATIONAL

ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી

દેશમાં ચોમાસું મોડેથી સક્રિય થયું છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળ સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો કે, યુપી, બિહાર, હરિયાણા સહિતના કેટલાક રાજ્યોમાં વરસાદે દસ્તક દિધી છે. પરંતુ વરસાદ તેની ગતિ પકડી રહ્યો નથી. જેના કારણે આ મોટા રાજ્યોમાં લોકો હજુ પણ ગરમીથી પરેશાન છે અને સમયસર ખેતી કરી શકતા નથી. દેશમાં  વરસાદ થશે કે કેમ તે અંગે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી છે.

સોમવારે દેશમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતા IMDના વૈજ્ઞાનિક સોમા સેને જણાવ્યું હતું કે, “ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટકમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે સમગ્ર પશ્ચિમી તટ માટે ચાર દિવસ માટે ‘રેડ’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સોમા સેને કહ્યું કે ‘મધ્યપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. જેને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આશંકા વ્યક્ત કરતા સોમા સેને કહ્યું કે 17 જુલાઈએ ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઈ શકે છે. જે અંગે ટૂંક સમયમાં એલર્ટ જાહેર કરવામાં આવશે. જ્યારે પૂર્વોત્તર વિસ્તારમાં માત્ર હળવો વરસાદ થવાની સંભાવના છે.

સારા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે  ગીર સોમનાથ જિલ્લામાં ગત રાત્રે સારો વરસાગ વરસ્યો છે.   સોમવારે વેરાવળ શહેર, કોડીનાર, ગ્રામ્ય પંથકમાં મેઘ મહેર જોવા મળી. કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ. જો કે ધોધમાર વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન છે.

Mumbai : A view of water logged streets during heavy rain at Nala Sopra in Mumbai Suburban on Monday. Photo Girish Srivastav/09.07.2018

Back to top button
error: Content is protected !!