GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રા. શાળા માં ભગવદ્ ગીતા ગ્રંથ નું પૂજન કરવામાં આવ્યું.

 

TANKARA:ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રા. શાળા માં ભગવદ્ ગીતા ગ્રંથ નું પૂજન કરવામાં આવ્યું.

 

ભગવદ્ ગીતા આમ તો માત્ર અદાલતમાં સોગંદ માટે ઉપયોગ થાય છે, પરંતુ ધીમે ધીમે હવે લોકોમાં સનાતન ધર્મ અને આપણાં ધાર્મિક ગ્રંથો પ્રત્યે જાગૃતતા જોવા મળી રહી છે. જે ખુબ આનંદની વાત છે. સાથે સાથે બાળકોમાં નાનપણ થી જ આપણાં સનાતન ધર્મ અને આપણાં ધાર્મિક ગ્રંથો અને તેના મહત્વ વિશે સમજ કેળવાય તે ખુબ જરૂરી છે.


તાજેતરમાં જ ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬થી બાળકોમાં ભગવદ્ ગીતા અંગે ની સમાજ કેળવાય તેમજ પોતાના જીવનના કોઈપણ પ્રશ્નના સમાધાન માટે સૌથી પહેલા ભગવદ્ ગીતાનો સહારો લઈને આગળ વધે તેવા આશયથી એક વધારાના પાઠ્ય પુસ્તક તરીકે ઉમેરવામાં આવ્યું છે. જે ખુબ સારી બાબત છે. સરકાર પણ જ્યારે જાગૃત થઈને આપણાં મહાન ગ્રંથ ભગવદ્ ગીતા ના મહત્વ અને પ્રચાર પ્રસાર માટે આવા પ્રયત્નો કરતી હોય ત્યારે એક હિન્દુ તરીકે આપણી પણ ફરજ બને કે આપણા પરિવારમાં આપણે સૌ ભગવદ્ ગીતા પૂજામાં રાખીએ અને તેના વિચારો પરિવારમાં સૌને આપીએ.


આપણે સૌએ ગર્વ લેવો જોઈએ કે સમગ્ર વિશ્વનો સૌથી મહાન ગ્રંથ આપણાં સનાતન હિન્દુ ધર્મનો છે.આજ હેતુ ને ધ્યાન માં રાખી ને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રા. શાળા માં ભગવદ્ ગીતા ગ્રંથ નું પૂજન કરવામાં આવ્યું. તેમજ ગીતાબેન સંચલા દ્વારા મહાભારત ના પાત્રો ના નામ ઉપરથી કક્કા નું ગાન કરાવવામાં આવ્યું. જેથી બાળકો આપણા આ મહાન ગ્રંથ ને જાણે,સમજે અને આપણા ધાર્મિક મૂલ્યો થી અવગત બને.

Back to top button
error: Content is protected !!