સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ મહાનુભાવોએ તેમના સાયકલ પ્રવાસને લીલીઝંડિ આપી પ્રસ્થાન કરાવ્યુ *

*નાનકડો યોદ્ધા, મોટું લક્ષ્ય — સરદારને સમર્પિત આરવની સાયકલ યાત્રા”*
**
*સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ મહાનુભાવોએ તેમના સાયકલ પ્રવાસને લીલીઝંડિ આપી પ્રસ્થાન કરાવ્યુ*
**
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP-2025)થી સન્માનિત માસ્ટર આરવ ભારદ્વાજ લોહ પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જયંતિ નિમિત્તે નવી દિલ્હીથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધીની પ્રેરણાદાયી સાયકલ યાત્રા પર છે.
આ યાત્રા 19 ઑક્ટોબર 2025ના રોજ નવી દિલ્હીમાં આરંભાયેલી હતી અને દિલ્લી, ગુરુગ્રામ, માણેસર, ધારુહેડા, શાહજહાંપુર, કોટપૂતલી, શાહપુરા, જયપુર, કિશનગઢ, ઉદયપુર માર્ગે વિહરતા માસ્ટર આરવ અને આદિત્ય ભારદ્વાજને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સર્કિટ હાઉસ ખાતેથી શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ મહાનુભાવોએ સ્વાગત કરી તેમના સાયકલ પ્રવાસને લીલીઝંડિ આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.
માત્ર 13 વર્ષની ઉંમરે દેશભક્તિ અને એકતા પ્રત્યે અદમ્ય ભાવના ધરાવતા આરવ એ અગાઉ પણ અનેક ઐતિહાસિક યાત્રાઓ કરી છે. વર્ષ 2022માં આરવ ભારદ્વાજે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ નિમિત્તે મોઇરાંગ (મણિપુર)થી નવી દિલ્હી સુધી 2612 કિ.મી.ની યાત્રા દ્વારા તેઓએ દેશના શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ વર્ષ 2024માં કારગીલ વિજય દિવસની 25મી સિલ્વર જુબલી નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકથી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સુધી 1251 કિ.મી.ની યાત્રા કરી હતી.
આ પ્રવાસને પ્રસ્થાન કરાવા સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદિ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ભાઈ ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, અગ્રણી સર્વેશ્રી ડિકુલ ગાંધી, હિતેન્દ્રભાઈ પટેલ, કુલદીપભાઈ પાઠક, નગરપાલિકાના સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા







