
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા અરવલ્લી જિલ્લાના પરિવારોને સાંસદ શુભનાબેન બારૈયાએ સાંત્વના પાઠવી
અમદાવાદ ખાતે થયેલ પ્લેન ક્રેશમાં અરવલ્લી જિલ્લાના પણ ત્રણ મુસાફરોના મોત નીપજ્યા હતા. જેને લઈ અરવલ્લી જિલ્લામાં પણ શોકની લાગણી છે. વિવિધ સંગઠનો દ્વારા પરિવારજનોને આવેલી પરિસ્થિતિ પર દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી લાગણી સાથે સાંત્વના પાઠવવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લાના સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન એ પણ અરવલ્લી જિલ્લાના ત્રણ મુસાફરોના પરિવારોના ઘરે જઈ સાંત્વના પાઠવી હતી. પરિવાર પણ આવી પડેલી આફતને લઈને દુઃખ સહન કરવાની શક્તિ આવે તેવી પ્રાર્થના કરી પરિવારજનોની આશ્વાસન આપ્યું હતું





