બનાસકાંઠામાં મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ. શિવ ભક્તો બીલીપત્ર અભિષેક કરી ધન્યતા અનુભવી
26 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠામાં આવેલા વિવિધ શિવ મંદિરોમાં આ મહાશિવરાત્રીના દિવસે હર હર મહાદેવ મંદિરોમાં ગુંજી ઉઠ્યું હતું અનેક શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી જેમાં બાલારામ મહાદેવ .હર ગંગેશ્વર બાજોટીયા વિશેશ્વર .આ ઉપરાંત પાલનપુરના નીલકંઠ મહાદેવ .લક્ષ્મણ ટેકરી . પાતાળેશ્વર મહાદેવ.જેવા વિવિધ મંદિરોમાં ભક્તોએ બિલીપત્ર જળા અભિષેક કરી ભોલેનાથ ને રિજાવાની કોશિશ કરી હતી
બનાસકાંઠામાં વહેલી સવારથી ભક્તોની મંદિરોમાં ઘોડાપૂર જોવા મળ્યાહતા બમ બમ ભોલેનાથ ઓમ નમઃ શિવાય નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા શાસ્ત્રવિધાન મતે મહાશિવરાત્રી ઉપર ભગવાન શિવજીને પૂજા કરવા શત્રુઓને ઉપર વિજય મળે યસ અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે મહા માસ નીઅંધારી ચૌદસે શિવજીની અતિ પ્રિય રાત્રી છે તેથી મહાશિવરાત્રી કહેવાય છે શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રી એ ભગવાન શિવ આરાધના ચાર પ્રહર માં કરવા મહિમા છે જેનાથી વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે અને શિવ કૃપા પણ પ્રાપ્ત થાય છે આ શિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ વર્ત રાખી આ દિવસે બટાકાનું .શક્કરિયા નું અને રાજગરાના જેવી ફરાળી વાનગીઓ બનાવી ફરાળ વસ્તુઓ નું ગ્રહણ કરે છે સવારે અને સાંજે મંદિરોમાં શિવ ભક્તો બીલીપત્ર તેમજ દૂધનો અભિષેક કરી શિવજીને રીઝવવા પ્રયત્ન કરે છે રાત્રે સમયે મંદિરોમાં મહા આરતી તેમજ પ્રસાદ રૂપે ભાંગનો દુધો નો વિતરણ કરવામાં આવે છે અનેક જગ્યાએ શિવ ધૂન ને ભજનો પણ કાર્યક્રમ જોવા મળ્યા હતા