BANASKANTHAGUJARATPALANPUR

શ્રી આદ્યશકિત મા અંબાના દર્શન કરી બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતા શ્રી મિહિર પટેલ 

22 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર તરીકે શ્રી મિહિર પટેલે આજથી ચાર્જ સંભળ્યો. વર્ષ- ૨૦૧૫ ની બેચના આઇ.એ.એસ અધિકારી શ્રી મિહિર પટેલે આજે જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી તેમનો હોદ્દો ગ્રહણ કર્યો હતો. શ્રી મિહિર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.જેમની બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે બદલી થઈ છે. આજરોજ અંબાજી ખાતે મા અંબા ના દર્શન કરી તેઓ પાલનપુર ખાતે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમનો પદભાર સંભાળ્યો હતો. જ્યાં અધિકારીશ્રીઓ કર્મચારીઓએ તેમને ‘ટીમ બનાસ’ ના લીડર તરીકે તેમને આવકાર્યા હતા.

Back to top button
error: Content is protected !!