ભુતેડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પરેશકુમાર પુરોહિત ને વિદ્યોત્તેજક સન્માન દ્વારા નવાજવામાં આવ્યા

શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર ખાતે 11 ઓગસ્ટ 24 ના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છ જિલ્લાના શિક્ષક મિત્રો જેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપીને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજયકક્ષા તેમજ રાષ્ટ્રકક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે તેવા શ્રેષ્ઠ સારસ્વતો માટે વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી પુલકિતભાઈ જોશીની પ્રેરણાથી યોજાયો. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર છે. આ કાર્યક્રમમાં ડૉ. સી.જે.ચાવડા સાહેબશ્રી-ધારાસભ્ય વિજાપુર, રીટાબેન પટેલ – ધારાસભ્ય ગાંધીનગર, ડૉ. સુખાજી ઠાકોર – ધારાસભ્ય બેચરાજી, મનુભાઈ ચોકસી – પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ,મહેસાણા, એમ.પી. મહેતા, સચિવશ્રી સર્વ શિક્ષા અભિયાન, શ્રી એમ.કે રાવલ નિયામકશ્રી GSEB અને GIET ગાંધીનગર, શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકશ્રી ધર્મેશભાઈ પટેલ વગેરેએ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન પત્ર આપ્યાં ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પરેશભાઈને સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ,પ્રતિભાશાળી શિક્ષક સન્માન,પ્રકૃતિ મિત્ર એવોર્ડ,રોટરી કલબ દ્વારા પણ સન્માન પ્રાપ્ત થયા છે.જેઓ તમામ એવોર્ડ પોતાના વિધાર્થીઓ ને સમર્પિત કરે છે.



