BANASKANTHAGUJARAT

શ્રી સ્વસ્તિક વિધાલય થરા ખાતે ૭૯ માં સ્વતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ..

શ્રી સ્વસ્તિક વિધાલય થરા ખાતે ૭૯ માં સ્વતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ..

શ્રી સ્વસ્તિક વિધાલય થરા ખાતે ૭૯ માં સ્વતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ..

સમગ્ર દેશમાં ૭૯ માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક વિધાલય ના પટાંગણમાં બી.સી.ઠાકોરના વરદ હસ્તે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો.૧૫ મી ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ “જય જવાન જય કિસાન”, “ઈન્કલાબ જિંદાંબાદ”, “ગલી ગલી મેં નારા હૈ હિન્દુસ્તાન હમારા હૈ”, “ગાંધીબાપુ અમર રહો” ના નારા અને વંદે માતરમ ગીત બાદ બી.સી.ઠાકોરના વરદ હસ્તે સંસ્થાના પ્રમુખ ભુપતજી મકવાણા,આચાર્ય અભુજી ઠાકોર,ડી.ડી. જાલેરા,અરવિંદજી સદારામ વાસણ,સોમાજી તડકાં હોટલ,નરેશજી લેરાજી,ભુદરજી જગાણી,સુરેશભાઈ સદારામ કોમ્પ્યુટર,રમેશકુમાર દીપાજી, અમરાભાઈ ઠાકોરની ઉપસ્થિતિ માં ત્રિરંગો ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.ધો.૯ ની વિધાર્થીની વૈભવી જગાણી એ દેશ ભક્તિ ગીત રજુ કર્યું જયારે ધો. ૯ ની વિધાર્થીની વનિતા ઠાકોર, ધો.૧૧ નો વિધાર્થી જગદીશ ઠાકોર સહીત અનેક વિધાર્થીઓએ પોત પોતાના વ્યક્તવ્યો રજુ કર્યા હતા.આજે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં પ્રમુખ,આચાર્યએ સ્વતંત્રતા દિવસની ૭૯ માં વર્ષગાંઠ નિમિતે દરેકને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર, ચંદુજી ઉણેચા,ડૉ.રાજેશ કે.બ્રહ્મભટ્ટ, અમરતજી કાંકરેચા, વણાજી ડુંગરાસણ, પત્રકાર અમરતજી ઠાકોર સહીત ઠાકોર સમાજના આગેવાનો અને વિધાર્થીઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્ય અભુજીએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!