MEHSANAVIJAPUR

વિજાપુર યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માંથી CBRT પધ્ધતિ દૂર કરવાની માંગ સાથે મામલતદારને વિદ્યાર્થીઓ એ આવેદનપત્ર સુપ્રદ કર્યું

વિજાપુર યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માંથી CBRT પધ્ધતિ દૂર કરવાની માંગ સાથે મામલતદારને વિદ્યાર્થીઓ એ આવેદનપત્ર સુપ્રદ કર્યુંU
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માંથી CBRT પધ્ધતિ નાબૂદ કરવા ની માંગ સાથે મામલતદાર જે એસ પટેલ ને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ આવેદનપત્ર પત્ર સુપ્રદ કરતા વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતુ કે અમારી મુખ્ય માંગણી છે કે સ્પર્ધાત્મક પરીક્ષા માંથી CBRT પધ્ધતિ દૂર કરી જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની ઓફ લાઈન મોડ થી પરીક્ષા પધ્ધતિનું આયોજન કરી પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરી હતી આ અંગે મળતી વિગતો મુજબ CBRT સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ને વિશ્વાસ માં લેવા આવ્યા હતા જેમાં પેપર રહીત ભૂલ રહીત છે.પારદર્શી છે.તેમ છતા છેલ્લે CBRT દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ઘણા છબરડા બહાર આવ્યા છે.અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ તોડ્યો છે.પરીક્ષામાં આ પધ્ધતિ ખરી ઉતરી નથી. ગુજરાત સરકાર ની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા માં લેવા માં આવે છે.જ્યારે તેની કામગીરી TCS કે પ્રાઇવેટ એજેન્સીઓ ને કામ આપવામાં આવે છે.જેમાં આ એજન્સી ઓને ગુજરાતી ભાષા નો કોઈ જ્ઞાન નથી ભાષાંતર કરતી એપ્લિકેશન નો ઉપયોગ કરવા આવતું હોવાથી ભાવાનુવાદ માં ભૂલો થાય છે. ફોરેસ્ટ ખાતાની પરીક્ષા આપતા વિધાર્થીઓ ને બહાર પાડવામાં આવતા પરિણામ માં ફક્ત નામો જાહેર કરવામાં આવે છે જેથી ચોક્કસ પરીણામ જાણી શકાતું નથી જેના કારણે હોંશિયાર વિદ્યાર્થીઓ ને અન્યાય થઈ રહ્યું છે. જેથી ન્યાયિક પરીણામ મળે કોઈને અન્યાય ના થાય તે માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફ લાઈન મોડ પધ્ધતિ દ્વારા પરીક્ષાઓ તેમજ પરીણામ જાહેર કરવામાં આવે અને સ્પર્ધાત્મક CBRT પધ્ધતિ પરીક્ષા નાબૂદ કરવાની માંગ સાથે મામલતદાર ને આવેદનપત્ર આપી રોષ વ્યકત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!