GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ: તીઘરા ગામના મુકેશ પટેલ દ્વારા ATVT અંતર્ગતના રસ્તાના કામોમાં કથિત ભ્રસ્ટાચારની પોલ ખોલી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના તીઘરા ગામના આગેવાન મુકેશભાઈ પટેલ દ્વારા એટીવીટી અંતર્ગત નવનિર્મિત રસ્તાના કામોમાં  આચરવામાં આવતો  ભ્રસ્ટાચાર અંગેનો સચોટ વિડિઓ વાયરલ કરવામાં આવતા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી

તીઘરા નહેર ફળીયાથી સુભાષભાઈ હીરાભાઈના ઘર સુધી એટીવીટી યોજના 150 મીટર જેટલો રસ્તો બનેલ જે ખુબ જ નબળી ગુણવતાનો હોય જેની જાણ ગામના જાગૃત નાગરિકો દ્વારા ગામના આગેવાન મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલને કરવામાં આવતા તેમણે સ્થળ ચકાસણી કરતા રસ્તો ખુબ જ નબળી ગુણવતાવાળો અને માત્ર હાથ ઘસવાથી ઉખડી જાય એવો બન્યો છે અને પહેલા વરસાદ સુધી પણ સુરક્ષિત રહેશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.આ બાબતે પટેલે જણાવ્યુ હતું કે આ રોડની ગુણવતા બાબતે મેં વારંવાર જવાબદાર અધિકારીઓ સાથે વાત કરીને સુધારો કરવા જણાવેલ પરંતુ આજદિનસુધી આ રસ્તાનો સુધારો કરવામાં ન આવતા છેવટે અમારે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની નોબત આવી છે.થોડા મહિનાઓ પહેલા તીઘરા નહેર ફળીયાથી તણાબા મંદિર સુધીનો રસ્તો ખુબ જ બિસ્માર હોય જેના માટે ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે મળીને રજૂઆત કરેલ પરંતું હજુંસુધી કામ અભરાઈએ ચડેલું હોય એવું લાગી રહ્યું છે.

તીઘરા નહેર ફળીયાથી અતુલ ફળીયાને જોડતો આશરે 450 મીટરનો રોડ પણ બિસ્માર હાલતમાં છે તેમજ અટગામ તીઘરા રોડ પણ ખુબ જ નબળી હાલતમાં છે. જેથી નવસારી જિલા કલેક્ટર લાગતા અધિકારીઓને તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપી નબળી કામગીરીના કારણે પડતી મુશ્કેલીઓનું અંત આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.

Back to top button
error: Content is protected !!