BANASKANTHAGUJARATPALANPUR
વડગામ તાલુકા માં આધારકાર્ડ અપડેટ કરવા ની કામગીરી બાબતે રજૂઆત કરવામાં આવી
19 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વસ્તીધરાવતો 110,ગામોનો વડગામ તાલુકા માં સરકારીકામકાજ માટે પ્રજાજનોને મુશ્કેલી વગર ઝડપથી વહીવટી કામગીરી પૂર્ણ થાય તે માટે બનાસકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ અશ્વિનભાઈ સક્સેના, તાલુકા ભાજપ મહામંત્રી શતિષભાઈ ભોજક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકા માં આધારકાર્ડ અપડેટ કામગીરી ટેકનિકલ ક્ષતિ ના કારણે ધીમી ગતિએ ચાલતી હોય વડગામ ખાતે વધુ સેન્ટર શરૂ કરવા ચક્રોગતિમાન કરવામાં આવ્યો છે. મામલતદાર કે.પી. સવઈ
તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી એ જિલ્લા કક્ષાએ પણ રજૂઆત કરી છે જ્યારે ભાજપના બન્ને પદાધિકારીઓ અશ્વિનભાઈ સક્સેના, શતિષભાઈ ભોજકે
રાજય સરકાર માં લેખિત રજૂઆત કરી છે.