GUJARATJUNAGADHKESHOD

કેશોદ નગરપાલિકા દ્વારા આયોજિત “સ્વદેશી મેળા”નો ભવ્ય શુભારંભ કરાવતા નગરપાલિકાના પ્રમુખ : મેહુલભાઈ ગોંડલીયા

કેશોદ નગરપાલિકા દ્વારા આયોજિત “સ્વદેશી મેળા”નો ભવ્ય શુભારંભ કરાવતા નગરપાલિકાના પ્રમુખ : મેહુલભાઈ ગોંડલીયા

કેશોદ નગરપાલિકા દ્વારા આયોજિત “સ્વદેશી મેળા”નો ભવ્ય શુભારંભ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલીયા દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ચીફ ઓફિસર શ્રી મુકેશ વાઘેલા તેમજ શહેરના આગેવાનો, ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ મુકવામાં આવ્યા હતા. મહેમાનો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શનકારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ “વોકલ ફોર લોકલ”ના મંત્રને સાર્થક થતો અનુભવાયો હતો.મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉદ્યોગકારો, હસ્તકલા કારગરો અને નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો તેમજ સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે જનજાગૃતિ લાવવાનો રહ્યો છે. કાર્યક્રમનું આયોજન સુચારૂ રીતે સંપન્ન થયું હતું અને ઉપસ્થિત જનસમૂહમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!