કેશોદ ના વેરાવળ રોડ પર વોડૅ નંબર સાતનાં નવનિર્મિત રોડને પત્રકાર કિશોરભાઈ દવે માગૅ તરિકે ખુલ્લો મુકતાં નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલીયા
કેશોદ ના વેરાવળ રોડ પર વોડૅ નંબર સાતનાં નવનિર્મિત રોડને પત્રકાર કિશોરભાઈ દવે માગૅ તરિકે ખુલ્લો મુકતાં નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલીયા

જાંબાઝ અને નિડર પત્રકાર કિશોરભાઈ દવેએ વષાૅ સુધી કેશોદમાં રિપોર્ટીગ કયાૅ બાદ 1995માં જૂનાગઢ ખાતે જયહિંદ દૈનિકમાં બયુરોચીફ તરિકે નિમણૂંક થઈ હતી આમ વષાૅ સુધી રિપોર્ટીગ કરી તેઓ લોકો પ્રશ્ર્નો સતત ઉજાગર કરતાં રહીયા હતા અને એક નિડર અને જાંબાઝ પત્રકાર તરિકે તેઓની પત્રકાર જગતમાં એક અલગ ઓળખ ઊભી થઈ હતી અને જિલ્લાભરમાં રાજકીય સામાજિક લોકોમાં તેમનાં નામ અને કામની હમેશાં પ્રશંસા થતી અને કોઈ પણની સેહ શરમ રાખ્યા વગર જનતા ની વેદના ને તેઓ હંમેશા વાચા આપતાં હતા ત્યારે સત્ય અને નિટરતાથી તેઓ હમેશાં લોકો ના અવાજ ને તંત્ર અને રાજકારણીઓ સુધી પહોંચાડતાં હતા સોરઠમાં તેમને ઓળખતાં લોકો તેમને પત્રકારોમાં મુઢી ઉચેરા અને બાહોશ અને નિડર પત્રકાર તરિકે માનતા હતા ત્યારે આવા નિડર અને નિભૅય પત્રકાર ની સ્મૃતિ લોકો ના દિલમાં કાયમી જળવાઈ રહે તેવા ઉમદા ભાવ સાથે કેશોદ નગરપાલિકા દ્વારા વોડૅ નંબર સાતમાં વેરાવળ રોડ પર આવેલા તીર્થ એપાર્ટમેન્ટ વાળા મુખ્ય રોડને કિશોરભાઈ દવે માગૅ નું નામ અપાયું છે અને આ રોડ હવેથી પત્રકાર કિશોરભાઈ દવે માગૅ તરીકે ઓળખાશે તેમ આ નવા બનેલા માગૅ ને કિશોરભાઈ દવે માગૅ તરિકે ખુલ્લા મુકતાં કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા એ જણાવ્યું હતું આ રોડ અને માગૅ ના નિમાભિધાન પ્રસંગે નગરપાલિક પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, શહેર ભાજપ ના પુવૅ પ્રમુખ પ્રવિણભાઈ ભાલારા, નગરપાલિકા સુપ્રિટેન્ડન્ટ પ્રવિણભાઈ વિઠલાણી, કારોબારી ચેરમેન હકાભાઈ તથા નગરપાલિકા તમામ સદસ્યશ્રીઓ તથા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ તથા તમામ બ્રહ્મ સમાજ ના આગેવાનો તથા ભાજપ ના સંગઠન તમામ કાયૅકતાૅઓ તથા આ વિસ્તાર ના લોકો આ કાયૅકમમાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે કિશોરભાઈ દવે ના ભાઈ પત્રકાર પ્રકાશભાઈ દવે તેમજ તેમના પુત્ર પત્રકાર ભાવિન કિશોરભાઈ દવે અને તેમના નાના ભાઈ મહેન્દ્રભાઈ દવે તેમજ સમગ્ર દવે પરિવાર વતી નગરપાલિકાના તમામ હોદેદારો સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




