દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાંથી પીડિતના કાકાસસરા ના છોકરા દ્વારા અપશબ્દ બોલી મારપીટ કરવાની કોશિશ કરતા જેથી પીડિતએ 181 ટીમની મદદ લીધી

તા.૨૬.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De. Bariya:દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાંથી પીડિતના કાકાસસરા ના છોકરા દ્વારા અપશબ્દ બોલી મારપીટ કરવાની કોશિશ કરતા જેથી પીડિતએ 181 ટીમની મદદ લીધી
દેવગઢ બારિયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તાર માંથી પીડિતા દ્વારા 181 હેલ્પલાઇન મા કોલ કરી મદદ માંગી જણાવ્યું હતું કે તેમના પતિ બહારગામ રહે છે પરંતુ પીડિતાના કાકા સસરાનો છોકરો દારૂનુ વ્યસન કરીને પીડિતાના પતિનો નંબર માંગવા ના બહાને ઘરે આવી નશાની હાલતમાં તેમને અપશબ્દો બોલી મારપીટ કરવાની કોશિશ અને ધમકી આપતા હોવાથી અને વારંવાર ખૂબ જ માનસિક ત્રાસ આપતા હોવાથી તમને સમજાવવા માટે 181 ટીમની મદદ માંગી હતી. કોલ આવતા તુરંત જ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી અને પિડીતા ને આશ્વાસન આપી કાઉન્સિલિગ કરતા જણાવા મળ્યું કે પિડીતા ધરે એકલા હોય છે પરંતુ તેમના કાકાસસરા નો છોકરો અવારનવાર નશો કરી ઘરે આવી અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરે છે તેવો કોઈ વાત સમજતા ન હોવાથી 181 ટીમની મદદ માંગી હતી જેથી 181 ટીમ દ્વારા બંને પક્ષોનુ અસરકારક કાઉન્સિલિગ કરી કાયદાકીય સલાહ સૂચન અને માર્ગદર્શન આપી તેમના કાકા સસરાના છોકરા ને સમજાવેલ કે આમ અપશબ્દો બોલવુ અને ધમકી આપવી તે ગુનો બને છે અને વ્યસન સ્વાસ્થ્ય માટે હાનીકારક છે તેની સમજ આપી તેમને કાયદાનું ભાન કરાવેલ જેથી સામાપક્ષ 181 ટીમ તેમજ તેમના ગામના આગેવાનો ની હાજરી માં પોતાની ભુલ સ્વીકારી હતી અને હવે પછી બીજી વાર આવી ભુલ નહીં થાય તેમજ હેરાનગતિ નહિ કરુ તેની બાંહેધરી આપેલ. આમ, પિડીતાના સમસ્યાનુ સુખદ નિરાકરણ કરેલ જેથી તેવો 181 મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર માન્યો હતો




