આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ની હત્યા – હુમલાખોરો પોલીસ પકડ થી દૂર

આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ની હત્યા – હુમલાખોરો પોલીસ પકડ થી દૂર
તાહિર મેમણ – આંનદ – 19/08/2025 – આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરવામાં આવી છે. આજે સવારે તેઓ નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી ઇકબાલ મલેકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે બાકરોલ તળાવના વોક-વે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા શખસો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમની સાથે ઇકબાલ મલેકનો ઝઘડો થયો હતો. આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા છે.ને પુલીસ પકડ થી દૂર છે
હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. હાલમાં આ ઘટનાને પગલે DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, અને સ્થળની તપાસ કર્યા બાદ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.આરોપી ને જલ્દી પકડવામાં આવે તેવી પરિવાર ની માંગ છે.




