વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
કોમી એખલાસભર્યા માહોલ વચ્ચે રામનાવમીનો પર્વ શાંતિપૂર્ણ સંપન્ન થયો ખેરગામ ખાતે આવેલા અતિ પ્રાચીન અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા રામજી મંદિર ખાતે હિન્દુઓના પવિત્ર તહેવાર રામનવમી પર્વની ઉજવણી ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી હતી,જેમાં સવારે હવન અને કળશ પૂજન અને રામજી મંદિરના શિખરે કળશ સ્થાપના થઇ હતી.મંદિરના ટ્રસ્ટીઓ સંજયભાઈ ગજ્જર,પ્રકાશભાઈ ફોટાવાલા, પ્રકાશભાઈ ગજ્જર,અલ્પેશભાઈ ગજ્જર સહિતના આગેવાનો દ્વારા કામદાર નેતા આરસી પટેલના હસ્તે આરતી કરવામાં આવી હતી.આ પ્રસંગે સાંજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા રામભક્તો દ્વારા કાઢવામાં આવી હતી.જે ખેરગામ બજાર,ઝંડાચોક,દશેરા ટેકરી સહિત વિવિધ વિસ્તારોમાં વાજતે ગાજતે ફેરવવામાં આવી હતી.મુસ્લિમ સમાજના અગ્રણી ગુલામભાઈ શેખ,ફારૂખભાઇ, શોએબ શેખ,અયુબભાઈ ઇંડાવાળા,મોહસીન શેખ સહિતના આગેવાનો દ્વારા શોભાયાત્રામાં હિન્દૂ સમાજના આગેવાનોને ફૂલ આપી બજારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.ખેરગામ વિસ્તારમાં રામનવમી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખેરગામ પોલીસ જવાનો વિવિધ સ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા.