ફૈઝ ખત્રી...શિનોર ગત રાત્રિના સિનોર પંથકમાં પડેલા ધોધમાર વરસાદને લઈ પંથકના ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. જેમાં સાધલી થી સિનોર જવાના મુખ્ય માર્ગ મીઢોળ ગામ પાસે ઓહેન ના પાણી આવી જતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે સાધલી થી પોર જવાના મુખ્ય માર્ગ ઉપર ભૂખી ના પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વાહન વ્યવહાર બંધ હોવાના કારણે સ્કૂલ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગ અટવાઈ ગયા હતા. ધોધમાર વરસેલા વરસાદને લઈ સાધલી બજારમાં આવેલ મારુતિ કોમ્પ્લેક્સ માં પાણી ભરાય ગયા હતા. સબ નસીબે વરસાદે વિરામ લેતા મારતી કોમ્પ્લેક્સ માં વધારે પાણી ન ભરાતા દુકાન માલિકોએ હાસ્કારો અનુભવ્યો હતો. જ્યારે સાવચેતીના પગલાં રૂપે દુકાન માલિકો દ્વારા પોતાના માલ સામાન ને કાઢી સલામત ધડે ખસેડી નાખ્યો હતો. જ્યારે સાધલી બસ સ્ટેન્ડ સામે આવેલ શાહ વાડીલાલ કચરા ની અનાજ ની દુકાનમાં વરસાદી પાણી ઘૂસી જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે ખેતરો જળ બંબાકાર થતાં ઉભા પાક ને ભારે નુકશાની થવાનાં કારણે ખેડૂતો ને રોવાનો વારો આવ્યો...