
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
માત્ર 15 મિનિટમાં પ્રેટોલ પંપ લૂંટાયો,જીવણપુર પાસે શ્રી આર એચ પ્રેટોલ પંપ પર ચપ્પુની અણી બતાવી 68 હજારની લૂંટ કરી
હવે આમ જનતા ઠીક પરંતુ જ્યાં 24 કલાક લોકોની અવરજવર રહેતી હોય છે તે વિસ્તારો પણ સુરક્ષિત રહ્યા નથી કેટલાક ઈસમો દ્વારા હવે લૂંટ ને અંજામ આપવા માટે પ્રેટોલ પંપ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
અરવલ્લી જિલ્લામાં શામળાજી મોડાસા હાઇવે પર જીવણપુર નજીક હાઇવે પર આવેલ શ્રી આર એચ ઠક્કર પ્રેટોલ પંપ પર રાત્રી 3 વાગ્યાના સમય અંતરે ચાર જેટલા શક્સો એ પ્રેટોલ પંપ ને ટાર્ગેટ કરી લૂંટ કરી હતી પ્રેટોલ પંપ પર આવી ને લૂંટારાઓ એ ચપ્પુની અણી બતાવી રૂ.68 હજાર રોકડની લૂંટ ચલાવી હોવાની ઘટના બનતા જીવ તારવે ચોંટી જાય તેવી ઘટના સામે આવી છે
મોડાસાના જીવણપુર પાસેના શ્રી આર.એચ ઠક્કર પેટ્રોલ પંપ પર ગત મધ્ય રાત્રીએ,કોઈ અજાણ્યા ઈસમોએ પેટ્રોલપંપ ના સંચાલકને ચપ્પુ જેવા હથિયાર બતાવી રૂ.68000 રોકડની લૂંટને અંજામ આપી લૂંટારૂઓ ફરાર થઇ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાને લઈ ભોગ બનનાર સંચાલકે ટીંટોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ લૂંટ ની સમગ્ર ઘટના પ્રેટોલ પંપ પર લગાવેલ CC TV કેમેરા માં કેદ થઇ છે હાલ CCTV ને આધારે પોલીસે તપાસ તેજ કરી છે





