GUJARAT

“નાયરા”અને “નારીયા”ટ્રસ્ટની પ્લાસ્ટીક દૂર કરવા જહેમત

*સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જામનગર તરફથી મહિલાઓ દ્વારા
પ્લાસ્ટિક કલેક્શન કરવાની અનોખી સ્પર્ધા યોજાઈ*

જામનગર (ભરત ભોગાયતા)

આપણે બધા જાણીએ જ છીએ કે હાલ દુનિયા, દેશ , રાજ્ય કે જીલ્લા તમામ માટે કોઈ જટીલ પ્રશ્ન હોય તો એ છે વેસ્ટ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવો. જે પ્લાસ્ટિકનું રીસાયકલીંગ થઈ શકે તે પ્લાસ્ટિકને હજુ પણ ઉપયોગ લાયક બનાવી તેને અલગ અલગ રીતે વપરાસમાં લેવાઈ છે, પરંતુ જે વેસ્ટ પ્લાસ્ટિક છે કે જેનું રીસાયકલીંગ કરીને ફરીવાર ઉપયોગમાં લઈ શકાતું નથી તો તેવા સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશનને ઓછો કરવા તેમજ વેસ્ટ પ્લાસ્ટીકના યોગ્ય નિકાલ માટે સરકાર, કંપની અથવા તેમાં રસ ધરાવતી સંસ્થાઓ દ્વારા અવનવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. તેમ જણાવી સામાજીક કાર્યકર ગીતાબેન જોષી એ ઉમેર્યુ છે કે
આવોજ એક સુંદર પ્રયત્ન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ”સ્વચ્છ હાલાર પ્રોગ્રામ ” અંતર્ગત નયારા એનર્જીના સહયોગથી સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા કંપનીના આસપાસના ગામોમાં થઈ રહ્યો છે.
હાલ તાજેતરમાં ખંભાળીયા તાલુકાના ભરાણા ગામ ખાતે નયારા એનર્જીના સહયોગથી સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે પ્લાસ્ટીક કલેક્શન કરવા માટેની અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધા માટે મહિલાઓને એક અઠવાડિયાનો સમય આપવામાં આવેલ. એક અઠવાડિયા બાદ બધા મહિલાઓ દ્વારા એકત્રિત કરેલ પ્લાસ્ટીકનો વજન કરવામાં આવેલ. પ્લાસ્ટિકના વજનના આધારે જે મહિલાઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ તેઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ. સ્પર્ધામાં ભાગ લેનાર તમાંમ મહિલાઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવેલ. આ સ્પર્ધામાં 23 મહિલાઓએ ખુબ ઉત્સાહ પૂર્વક સહભાગી બનીને કુલ 104 કિલો પ્લાસ્ટિક કલેક્શન કરી સ્પર્ધાને સફળ બનાવેલ.

______________

bgbhogayata

b.sc.,ll.b.,dny(gau),journalism (hindi)

gov.accre.Journalist

jmr

8758659878

Back to top button
error: Content is protected !!