
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
નખત્રાણા નગરે અંધજન મંડળ કે.સી.આર.સી. દ્વારા સંક્રાતિની ઉજવણીના ભાગ રૂપે સેન્ટરના લાભાર્થીઓ સહિત દિવ્યાંગોને પતંગ, દોરાની ફિરકી તથા તલની ચીકીનું વિતરણ કરવામાં આવ્યું
અહેવાલ : જગદીશ દવે, દેશલપર (ગુંતલી)
શ્રી નખત્રાણા લોહાણા મહાજન સંચાલિત શ્રી દરિયાસ્થાન જલારામ મંદિર મધ્યે શરૂ કરવામાં આવેલ અંધજન મંડળ કે.સી.આર.સી. દ્વારા ડે કેર સેન્ટર, ફીજીયો થેરાપી સેન્ટર, વિઝન સેન્ટર ખાતે મકર સંક્રાતિની ઉજવણીના ભાગ રૂપે સેન્ટર ખાતે આવતા લાભાર્થીઓને દિવ્યાંગોને ઓ.સી.પી. ચેરિટેબલ ટ્રસ્ટ નખત્રાણાના શ્રીમાન ઓધવજીભાઇ પલણ, શ્રીમાન વિપુલભાઈ પલણ દ્વારા પતંગ, દોરાની ફિરકી તથા તલની ચીકીનું વિતરણ કરવામાં આવ્યું તેમજ દર વર્ષે આપવામાં આવશે એવું ઓ.સી.પી. ચેરિટેબલના ટ્રસ્ટી વિપુલભાઈ પલણએ જણાવ્યું છે ખૂબ સારી સેવા પ્રવૃત્તિ ટ્રસ્ટ દ્વારા થઈ રહી છે ઘણા વર્ષે જેવું કે આરોગ્યલક્ષી કીટ આપવી, ઠંડીમાં ધાબળા આપવા, ગાયો માટે લીલો ચારો આપવો વગેરે આવી ગણી બધી સેવાકીય પ્રવુતિ કરવામાં આવે છે. ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ પલણએ જણાવ્યું હતું કે આજના પ્રસંગે શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ પલણ, અનિલભાઈ જોબનપુત્રાની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું. અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજના મેનેજર અરવિંદસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ નખત્રાણા સેન્ટરના મીરાબેન ક્વા, બાદલભાઈ ભદ્રુ, વિપુલભાઈ મહેશ્વરી, પ્રવિણભાઈ મહેશ્વરી, વિજયાબેન રામ, વનિતાબેન વાધેલા, કરણસિંહ સોઢા, સોફિયા હિંગોરજા, જમીલાબેન હિંગોરજા વગેરે અંધજન મંડળ KCRC ના સ્ટાફે કાર્યક્રમમાં સફળ બનાવવા મહેનત કરી હતી.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




