ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની રકમ ન ભરતા નક્ષત્ર પાર્ટી પ્લોટ સીલ કરાયો

આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની રકમ ન ભરતા નક્ષત્ર પાર્ટી પ્લોટ સીલ કરાયો

 

 

 

 

 

તાહિર મેમણ – આણંદ – 11/12/2025 – આણંદ, – આણંદ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ વિવિધ દુકાન, મકાન, હોટલ, પાર્ટી પ્લોટના બાકી વેરો ભરવા અંગે નોટિસ આપવામાં આવી છે અને બાકી વેરો ભરપાઈ ન કરતા એકમો સામે તાત્કાલિક રિકવરી કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

 

 

 

મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા ગણેશ ચોકડી પાસે આવેલ નક્ષત્ર પાર્ટી પ્લોટના બાકી વેરાની રકમ રૂપિયા 19,53,015 ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં નક્ષત્ર પાર્ટી પ્લોટ ના સંચાલક દ્વારા આ રકમ ભરવામાં આવતી ન હતી. જેથી મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા નક્ષત્ર પાર્ટી પ્લોટ ને તાત્કાલિક અસરથી સીલ કરતા જ ગણતરીના સમયમાં જ સંચાલક દ્વારા મહાનગરપાલિકા ખાતે બાકી વેરાની પૂરેપૂરી રકમ રૂપિયા 19,53,015 જમા કરાવતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા નક્ષત્ર પાર્ટી પ્લોટ નું સીલ ખોલવામાં આવ્યું હતું.

 

 

 

કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા મનપા વિસ્તારમાં આવેલ તમામ એકમ ને અનુરોધ કરવામાં આવ્યો છે કે બાકી ભરવા પાત્ર વેરાની રકમ તાત્કાલિક મહાનગરપાલિકા કચેરી ખાતે જમા કરાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે અન્યથા કાયદાની જોગવાઈ ને આધીન કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ વધુમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!