NAVSARI

NAVSARI પીએમ ઈન્ટર્નશિપ યોજના માટે નોંધણી પ્રક્રિયા શરૂ,નવસારી જિલ્લાના ઉમેદવારો આવી રીતે કરી શકશે અરજી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

તા. ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી ભારતની ટોચની કંપનીમાં જોડાવા માંગતા ઉમેદવારો www.pminternship.mca.gov.in પોર્ટલ પર ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે*

નવસારી  જિલ્લાના ઉમેદવારોને ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીઓમાં પીએમ ઈન્ટર્નશિપ યોજનામાં જોડાવાની ઉત્તમ તક ભારત સરકાર આપી રહી છે. ૦૩ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર હસ્તકની PM Internship Scheme (PMIS) લૉન્ચ કરેલ છે.

પીએમ ઈન્ટર્નશિપ યોજનામાં અંતિમ વર્ષની ફાઇનલ પરીક્ષા પાસ કર્યા પછી ૧૨ મહિના માટે ઈન્ટર્નશિપ કરવા માટેની ઉત્તમ તક ઉમેદવારોને આપવામાં આવશે. આ યોજનાની વધુ માહિતી તેમજ રજિસ્ટ્રેશન કરવા માટે https://pminternship.mca.gov.in/login/ પર ક્લિક કરીને ઉમેદવારો ફ્રીમાં રજીસ્ટ્રેશન કરી શકે છે અને પસંદગીના જિલ્લામાં પસંદગીના સેકટરની વધુમાં વધુ પ જેટલી કંપની જગ્યાઓ માટે એપ્લાય કરી શકે છે.

* પીએમ ઈન્ટર્નશિપ યોજનાનો લાભ લેવા આ રીતે અરજી કરવી *

૧. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેરની www.pminternship.mca.gov.in વેબસાઇટ પર જઈને ફ્રીમાં રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ બનાવીને વિવિધ જગ્યાઓ પર એપ્લાય કરી શકશે.

૨. આ યોજના માત્ર ધો.૧૦ પાસ ,ધો. ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા, ગ્રેજ્યુએટ – શૈક્ષણિક લાયકાત ધરાવતા ૨૧ થી ૨૪ વર્ષના ઉમેદવાર (સ્ત્રી- પુરુષ) જોડાઈ શકશે .

૩. જે ઉમેદવાર બેરોજગાર છે અથવા ઘરે બેઠા અભ્યાસ કરે છે (ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ ) તેઓ અપ્લાઈ કરી શકે છે. જેની સરકાર માન્ય એપ્રેન્ટીસશીપ કે ઈન્ટર્નશીપ કરવાની બાકી છે. તેઓ જ યોજનાનો લાભ લઈ શકશે.

૪. જેમના કુટુંબની વાર્ષિક આવક ૮ લાખથી ઓછી છે અને કુટુંબમાં કોઈ પણ સભ્ય પાસે સરકારી નોકરી નથી તે જોડાઈ શકશે.

૫. અરજી કરનારનો મોબાઇલ નંબર અને બેંક ખાતાનો નંબર આધાર કાર્ડ સાથે લીંક હોવો જોઈએ.

૬.અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક એકાઉન્ટની વિગત રાખવી. તેમજ આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે રાખવા.

પીએમ ઈન્ટર્નશિપ તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને દેશની ટોપ ૫૦૦ કંપનીમાં કામ કરવાની અને શીખવાની તક મળશે સાથે દર મહિને ૧૨ માસ સુધી માસિક ભથ્થું રૂ. ૫૦૦૦/- મળશે. તેમજ સરકારશ્રી દ્વારા રૂ. ૬૦૦૦ નું આકસ્મિક અનુદાન મળશે. કંપની દ્વારા ૧૨ માસની તાલીમ ફ્રીમાં આપવામાં આવશે. તદુપરાંત સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી જીવન વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમાનો લાભ આપવામાં આવશે.

ભારતની ટોચની કંપનીમાં જોડાવા માંગતા ઉમેદવારોને તા. ૧૫/૧૧/૨૦૨૪ સુધીમાં www.pminternship.mca.gov.in પોર્ટલ પર ફ્રીમાં ઓનલાઈન પ્રોફાઈલ રજીસ્ટ્રેશન કરાવીને મનગમતી કંપનીમાં એપ્લાય કરવા જણાવાયું છે.

આ અરજી કરવામાં મુશ્કેલી કે સમસ્યા જણાય તો ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેરની સાઈટ પરથી યુ-ટયુબ વીડિયો જોવા તેમજ વધુ વિગત માટે જિલ્લા રોજગાર કચેરી, નવસારી તથા આઈ. ટી. આઈ., બીલીમોરાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!