GUJARATKUTCHMANDAVI

નાની ખાખર ગામમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી ભુજ એલસીબી પોલીસ.

માંડવી તાલુકાના નાની ખાખર ગામમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો એલસીબી નાં હાથે ઝડપાયો.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી તા-૧૭ : પશ્ચિમ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજના માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જુવાનસિંહ દીલીપસિંહ જાડેજા રહે.નાની ખાખર તા.માંડવી વાળાએ પોતાના કબ્જાના વાડામાં ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂનો જથ્થો બહાર થી લાવી વેચાણ અર્થે રાખેલ હોય અને પ્રોહીનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં હોવાની હકીકત આધારે વોચમાં રહી તપાસ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલ,ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો નંગ- ૬૦ કી.રૂા. ૨૧,૬૦૦/-બિયર ટીન નંગ-૪૮૦ કિ. રૂા. ૪૮,૦૦૦/-મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂા. ૫૦૦૦/-કુ રૂ-૬૭,૫૬૦૦,ના મુદ્દામાલ સાથે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જે બાબતે હાજર મળી આવેલ તેમજ હાજર નહી મળી આવેલ બન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ કોડાય પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

હાજર મળી આવેલ ઇસમ – જુવાનસિંહ દીલીપસિંહ જાડેજા ઉ.વ.૨૨ રહે.નાની ખાખર તા.માંડવી-કચ્છ

હાજર નહી મળી આવેલ ઇસમ,- દેવુભા જાડેજા રહે. ત્રગડી તા.માંડવી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!