નર્મદા એસોજી એ રાજુવાડિયા ગામેથી વનસ્પતિજન્ય સુકા ગાંજા સાથે એકને ઝડપી લીધો
આરોપી સૂકો ગાંજો વેચાણ કરતો હોવાની બાતમી આધારે એસોજી નર્મદા દ્વારા રેઇડ કરતા આરોપી મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી માદક પદાર્થોની હેરફેર/વેચાણની પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓએ આપેલ સુચના આધારે પોલીસ ઇન્સસ્પેક્ટર વાય.એસ.શિરસાઠ એસ.ઓ.જી શાખા નર્મદાનાઓ તથા પો.સ.ઈ. એચ.કે.પટેલ તથા એસ.ઓ.જી શાખાનાં માણસો દ્વારા બાતમી આધારે નવા રાજુવાડિયા ગામે રેડ કરતા આરોપી સુરેશ દુરસિંગ પાવરા હાલ રહે. નવા રાજુવાડીયા, શ્રી પ્રતાપ વિદ્યાલયની સામે આવેલ તળાવની બાજુમાં આવેલ પડાવ તા.નાંદોદ, જી.નર્મદા મુળ રહે.બોરખેડા તા.શિરપુર જી.ધુલે મહારાષ્ટ્ર રાજ્ય નાઓ પોતાના રહેણાંક ઝૂંપડામાં ગેરકાયદેસર વનસ્પતિજન્ય સુકો ગાંજો રાખી વેચાણ કરતો જણાઈ આવતા તપાસ દરમ્યાન તેની પાસેથી ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૩.૪૬૦ કિલોગ્રામ કિ.રૂ.૩૪,૬૦૦/-તથા એક મોબાઈલનંગ-૧ કિ.રૂ.૨૦૦૦/- તથા ઈલેકટ્રીક વજન કાંટો નંગ-૧ કિ.રૂ.૫૦૦/- કુલ કિ.રૂ.૩૭,૧૦૦/-નો મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીની અટક કરી આમલેથા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે