નર્મદા : ચૈતર વસાવાના જામીન ના મંજૂર, રિમાન્ડ પણ ફગાવાયા, વડોદરા જેલ ખસેડાયા
નર્મદા : ચૈતર વસાવાના જામીન ના મંજૂર, રિમાન્ડ પણ ફગાવાયા, વડોદરા જેલ ખસેડાયા
આજે રાજપીપળા કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે પોલીસ દ્વારા માગેલ રિમાન્ડ ના મંજૂર કર્યા
રાજપીપળા : જુનેદ ખત્રી
ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે એટિવિટીની બેઠક દરમિયાન આપ ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ ભાજપના ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે બોલાચાલી હાથાપાઈ થવાની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારબાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપ નેતા સંજય વસાવા વિરુદ્ધ ફરિયાદ કરવા ડેડીયાપાડા પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યારે પોલીસે સંજય વસાવાની અરજીને આધારે ચૈતર વસાવાની અટકાયત કરી હતી બાદમાં ધરપકડ કરી હતી અને રાજપીપળા એલસીબી ઓફિસ ખાતે લઈ આવામાં આવ્યા હતા
ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે ભારે બોલાચાલી ના દ્રશ્યો પણ સર્જાયા હતા ક્રાઇમબ્રાંચ ઓફિસ બહાર આખી રાત સમર્થકોએ વિતાવી હતી આપ નેતા તેમજ ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા તેમજ મનોજ સોરઠીયા રાજપીપળા પહોંચ્યા હતા કોર્ટ બહાર પોલીસ સાથે શાબ્દિક ટપાટપી થઈ હતી સવારે ચૈતર વસાવાને રાજપીપળા કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ નામદાર કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી ફગાવી હતી ઉપરાંત આગામી સમયમાં સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવી પડશે તેમ વકીલે જણાવ્યું હતું ઉપરાંત ચૈતર વસાવાને વડોદરા જેલ ખસેડાયા હતા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા ને ફરી એકવાર જેલવાસ ભોગવવનો વારો આવ્યો છે